તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આમંત્રણ:રશિયાની રફ માઈનિંગ કંપનીને સુરતમાં હરાજી કરવા આમંત્રણ

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક

રશિયાની રફ માઈનિંગ કંપનીને સુરતમાં બનેલા ડાયટ્રેડ સેન્ટરમાં હરાજી કરવા માટે જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયા દ્વારા આમંત્રણ અપાયુંં છે. ગુજરાત અને રશિયાના સખા રિપબ્લિકના યાકુતિયા વચ્ચે ઈન્સ્ટર્ન ઈકોનોમિ વર્ચ્યુઅલ કોન્ફરન્સનું આયોજન કરાયુંુ હતું. જેમાં મુખ્યમંત્રી, સખા યાકુતિયાના વડા આઈસેન નિકોલવા સહિત વિવિધ સેક્ટરના પદાધિકારીઓ અને સુરતમાં જીજેઈપીસીના રિજિયોનલ ચેરમેન દિનેશ નાવડિયા ઉપસ્થિત રહ્યા હતાં.

કોન્ફરન્સમાં નાવડિયા જણાવ્યું કે, રશિયા સૌથી વધુ હીરાના રફનું ઉત્પાદન કરે છે.વર્ષ 2014માં પણ સુરતની 12 મોટી કંપનીઓને રફ હીરાની સપ્લાય માટે રશિયા સાથે 2 બિલિયન ડોલરનો એમઓયુ કર્યો હતો. આ પ્રમાણે આગળ પણ રશિયા સાથે રફ ડાયમંડને લઈને વેપાર આગળ વધે તે માટે માઈનિંગ કંપની ધરાવતા સખા-યાકુતિયાના વડાને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...