રોજગાર દિવસની ઉજવણી:સુરતમાં CM રૂપાણીના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું- કોંગ્રેસના નેતાઓ યુવાનોની બેરોજગારીની ખોટી વાતો કરે છે પણ તેઓ પોતે બેરોજગાર થઈ ગયા છે

સુરત3 મહિનો પહેલા
‘રોજગાર દિવસ’ અંતર્ગત મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સુરતના આંગણે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો.
  • સૌથી વધુ યુવાનોને નોકરી આપનાર રાજ્ય ગુજરાતઃ વિજય રૂપાણી
  • સુરત જિલ્લાના 5950 જેટલા રોજગારવાચ્છુંઓને નિમણુંક પત્રો એનાયત
  • 50 રોજગાર મેળા સહિતના વિવિધ કાર્યક્રમોનો સુરતથી શુભારંભ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે પાંચ વર્ષ પૂર્ણતાના અવસરે આજે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રોજગાર દિવસ અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને સુરતના આંગણે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો છે. મુખ્યમંત્રી રૂપાણી સરસાણા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. રૂપાણીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ યુવાનોની બેરોજગારીની ખોટી વાતો કરી રહ્યા છે પરંતુ સત્ય એ છે કે તેઓ પોતે બેરોજગાર થઇ ગયા છે.

50 હજારના લક્ષ્યાંક સામે 62 હજારને રોજગાર આપ્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રોજગાર દિવસે 50 હજાર યુવાનોને રોજગારી આપવાનો લક્ષ્યાંક હતો પરંતુ 62 હજાર યુવાનોને રોજગાર આપવામાં આવ્યો છે. ગુજરાત રોજગારની દ્રષ્ટિએ દેશમાં અગ્રસ્થાને છે. કોરોનાકાળ દરમિયાન અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવી છે. કોરોનાકાળ દરમિયાન ગુજરાતમાંથી 25 લાખ લોકોએ પોતાના વતન તરફ ગયા હતા. પરંતુ એક પણ રાજ્યોમાંથી ગુજરાતમાં લોકો આવ્યા નથી એ દર્શાવે છે કે ગુજરાતના લોકો અન્ય રાજ્યોમાં ખૂબ ઓછા પ્રમાણમાં રોજગાર માટે જાય છે. ગુજરાતની અંદર રોજગારીની વિપુલ તકો રહેલી છે.

ગુજરાતની ભૂમિ અપોર્ચ્યુનિટીની ભુમી છે અહીં યુવાનોને રોજગાર મળે છે
વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ યુવાનોની બેરોજગારીની ખોટી વાતો કરી રહ્યા છે પરંતુ સત્ય એ છે કે તેઓ પોતે બેરોજગાર થઇ ગયા છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામો જોતા કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે. કોંગ્રેસના નેતાઓ બેરોજગાર થઇ ગયા છે. ભાજપ પાર્ટી જે કહે છે તે કરીને રહે છે અને જે કરે છે તે જ કહે છે. ગુજરાતની ભૂમિ અપોર્ચ્યુનિટીની ભુમી છે અહીં યુવાનોને રોજગાર મળે છે. રાજ્ય સરકાર સતત પ્રયાસ કરે છે કે યુવાનોને વધુમાં વધુ રોજગાર મળે અને રાજ્યમાં ઔદ્યોગિક એકમો સ્થાપિત થાય તેના માટે પણ પ્રયત્નશીલ છે.

‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલનો પણ મુખ્યમંત્રી હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.
‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલનો પણ મુખ્યમંત્રી હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.

આગામી દિવસોમાં ગુજરાત વિકાસની ગતિ હરણફાળ ભરશે
વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વધુમાં વધુ રોકાણ થયા અને યુવાનોને રોજગારી મળે તે દિશામાં કામ શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત વિકાસની ગતિ હરણફાળ ભરશે. ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં યુવાનો આગળ વધી રહ્યા છે ખાસ કરીને આઇટી ક્ષેત્રમાં પણ ગુજરાતના યુવકો ડંકો વગાડી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણની વાત હોય કે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવવાની વાત હોય તમામ બાબતે ભાજપ સરકારે જે કહ્યું છે તે કરીને રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાર્થક કરવા માટે ગુજરાત હંમેશા અગ્રેસર રહે છે.

આઇટી ક્ષેત્રમાં પણ ગુજરાતના યુવકો ડંકો વગાડી રહ્યા છે: રૂપાણી
આઇટી ક્ષેત્રમાં પણ ગુજરાતના યુવકો ડંકો વગાડી રહ્યા છે: રૂપાણી

સુરતના આંગણે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો
સૌને રોજગાર મળી રહે તે માટે રાજય સરકારે નોકરીદાતા અને રોજગારવાચ્છુઓને એક પ્લેટફોર્મ પુરૂ પાડી રોજગાર ભરતી મેળાઓનો નવતર પ્રયોગ કર્યો છે જે સફળતમ રહ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે પાંચ વર્ષ પૂર્ણતાના અવસરે તા.1 થી તા.9મી ઓગષ્ટ સુધી વિવિધ જન કલ્યાણના કાર્યક્રમો કરી રહી છે. આજે ‘રોજગાર દિવસ’ અંતર્ગત મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સુરતના આંગણે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં 50 જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ કરાવ્યો હતો.

સરસાણા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો.
સરસાણા ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરના પ્લેટેનિયમ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો.

‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલનો શુભારંભ
સુરત સરસાણા પ્લેટેનિયમ હોલ ખાતે આયોજીત ‘રોજગાર દિવસ’ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂકો તથા રોજગાર મેળાઓઓમાં પસંદગી પામેલા યુવાનો મળી કુલ 62 હજાર યુવાઓને નિમણૂંક પત્રો એનાયત કરાયા હતા. આ સાથે ‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલનો પણ મુખ્યમંત્રી હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

દક્ષિણ ગુજરાતના 13350 રોજગારવાચ્છુંઓને નિમણુંક પત્રો એનાયત.
દક્ષિણ ગુજરાતના 13350 રોજગારવાચ્છુંઓને નિમણુંક પત્રો એનાયત.

મુખ્યમંત્રી મેયર બંગલોની મુલાકાત કરશે
આ અવસરે સમગ્ર દક્ષિણ ગુજરાતના 13350 તથા સુરત જિલ્લાના 5950 જેટલા રોજગારવાચ્છુંઓને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. બારડોલી અને માંડવી ખાતે મહાનુભાવોના હસ્તે રોજગાર દિવસના કાર્યક્રમો હેઠળ નિમણુંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 12.30 કલાકે ઉધના-મગદલ્લા ખાતેના ‘મેયર મહેલ’ની મુલાકાત લઈ મેયર હેમાલીબેન બોઘાવાલા સહિતના ભાજપના તથા શહેરના અગ્રણીઓ સાથે સુરતી વાનગીઓનો સ્વાદ માણશે. ત્યાર બાદ બપોરે 1:30 વાગ્યે ગાંધીનગર જવા રવાના થશે.