તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોગસ ડોક્ટર:સુરતમાં રાતે 2 વાગે દારૂ પીને ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરના લવારા, પોલીસને સોંપી દેવાયો

સુરત13 દિવસ પહેલા
ડોક્ટર દારી પીધેલી હાલતમાં મળ્યો.
  • દારૂડિયો ડોક્ટર ક્લિનિક 18 વર્ષથી ચલાવી રહ્યો હતો

સુરતમાં હું BJPમાં છું, 18 વર્ષથી ચલાવી રહ્યો છું, તારી દવા કરવી પડશે, તું પીટેગા, રાતે 2 વાગે દારૂ પીને ક્લિનિક ચલાવતા બોગલ ડોક્ટરના લવારાએ તમામને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં પણ ડોક્ટરને ડિગ્રી બાબતે પૂછવામાં આવતા કોઈ પણ જવાબ ન આપતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. નવાઈની વાત એ છે કે શહેરમાં આવા દારૂડિયા ડોક્ટરનું ક્લિનિક 18 વર્ષથી ચાલી રહ્યું છે અને કોઈને ખબર જ નથી. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો બાદ આખી ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ વીડિયો વાઇરલ કરનાર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ગૌતમ પટેલ સાથે દિવ્ય ભાસ્કરે ટેલિફોનિક વાત કરી તમામ હકીકતનો ચિતાર મેળવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારબાદ બોગસ ડોક્ટરને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

ડીગ્રીની ખરાઈ કરીને બોગસ ડોક્ટર નીકળ્યો
ગૌતમભાઈ પટેલ (આમ આદમી પાર્ટી) એ જણાવ્યું હતું કે, હા, આમ આદમી પાર્ટીનો કાર્યકર છું લોકોની ફરિયાદ બાદ રાત્રે 2 વાગે ક્લિનિક ચાલુ રાખતા પાંડેસરા હાઉસીંગના ડોક્ટરના આરાધ્ય ક્લિનિક પર ગયો હતો. એમની પાસે કંઈ મેડિકલની ડીગ્રી છે તે બાબતે પૂછતાં ડોકટરે જણાવ્યું હતું કે, તે ભાજપમાં છે. સુરત અંબાનગર ખાતે આવેલ કાર્યાલયની છત્રછાયા હેઠળ દવાખાનું ચલાવે છે તેમજ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો પૂરો કરી દેશે તેવી ધમકી આપી હતી. ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરી અને તેના વિરુદ્ધ દારૂ પીધેલાનો કેસ કરવામાં આવેલ અને પોલીસ દ્વારા બીજા દિવસે તેના ડીગ્રીની ખરાઈ કરીને બોગસ ડોક્ટર હોવાનું બહાર આવતા કેસ કરવામાં આવશે તેવી બાંહેધરી આપવામાં આવી હતી.

વીડિયો ઉતારનારને મારવાની ધમકી આપવામાં આવી હતી.
વીડિયો ઉતારનારને મારવાની ધમકી આપવામાં આવી હતી.

રાત્રે બે વાગે દારૂ પીવા માટે ક્લિનિક ખોલાય
ગૌતમે વધુમાં કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી જોઈન્ટ કરીને એક વર્ષ થયું આવું પહેલીવાર જોયું કે રાત્રે બે વાગે દારૂ પીવા માટે ક્લિનિક ખોલાય છે અને ભાન ભૂલીને કાયદાના ધજાગરા ઉડાડતા આવા બોગસ ડોક્ટરો વિરુદ્ધ પોલીસ અજાણ છે. હું તો રાત્રે એક મહિલાનો પોલીસ સ્ટેશનથી ફોન આવતા મદદે જઇ રહ્યો હતો. રસ્તામાં ક્લિનિક ખૂલેલું જોઈ કોઈ ઘટના તો નથી બનીને એ જોવા ગયો હતો. ત્યાં આ બંગાળી ડોક્ટર ટેબલ પર જ સુઈ રહ્યા હતા. જગાડતા ખબર પડી કે પીધેલા છે.

દારૂડિયા બોગસ ડોક્ટરને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.
દારૂડિયા બોગસ ડોક્ટરને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

ડોક્ટરે દાદાગીરી શરૂ કરી દીધું
વધુમાં જણાવ્યું હતું કે, ઉંઘમાંથી ઉઠતાની સાથે જ દાદાગીરી શરૂ કરી દીધી એટલે મેં વીડિયો લાઈવ કરી નાખ્યું અને કેટલાક સવાલ કર્યા તો મારવાની ધમકી આપી એટલે પોલીસ બોલાવી હતી. જેમની સામે આ બોગસ ડોક્ટરે કબૂલ્યું હતું કે મેં દારૂ પીધો છે ત્યારબાદ પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને પોલીસે બોગસ તબીબ તરીકે ક્લિનિક ચલાવતા હોવાનો કેસ કરવાની પણ બાંહેધરી આપી છે. જોઈએ આજે પોલીસ શું કરે છે નહીંતર પોલીસ કમિશનરને મળીને રજુઆત કરીશું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો