કાર્યવાહી:‘પાપા આપને બહુત હર્ટ કી હૈ, અબ અકેલી રહેને દો’ લખી ભાગેલી સગીરા મળી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફોન મુદ્દે ઠપકો મળતાં સગીરા ભાગી ગઈ હતી
  • અઠવાની પ્રખ્યાત સોસાયટીના કાપડદલાલની 17 વર્ષની દીકરી ચિઠ્ઠી લખીને અમદાવાદ ભાગી હતી

સગીર દીકરી મોબાઇલનો વધારે પડતો ઉપયોગ કરતી હોવાથી પિતાએ ઠપકો આપ્યો હતો. આથી સગીર દીકરીને માઠું લાગી આવતા અંગ્રેજીમાં એક ચિઠ્ઠી લખી ઘરેથી ચાલી નીકળી હતી. આ અંગે પરિવારે ઉમરા પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે.

ગુરુવારે સાંજે કાપડ દલાલની સગીર દીકરી અમદાવાદ રેલવે સ્ટેશન પરથી સલામત મળી આવી હતી. અમદાવાદ પોલીસે ઉમરા પોલીસને આ બાબતે જાણ કરી હતી. મોડીસાંજે પરિવારજનો પોલીસ સાથે દીકરીને લેવા માટે અમદાવાદ રવાના થયા હતા. સગીર દીકરી મળી આવતા પોલીસ અને પરિવાર બન્ને રાહતનો શ્વાસ લીધો હતો.

સગીર દીકરી ઓલપાડ રોડની અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં સીબીએસસી બોર્ડમાં ધો-11માં ભણે છે. અઠવાલાઇન્સની એક પ્રખ્યાત સોસાયટીમાં રહેતા કાપડ દલાલની 17 વર્ષની દીકરી મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરતી હતી. આથી પિતાએ તેને કહ્યું કે કાં તો બુકમાંથી વાંચ અથવા ઈન્ટરનેટ ઉપર વાંચો એમ કહી મોબાઇલ વાપરવા બાબતે ઠપકો આપ્યો હતો. જેના કારણે સગીર વયની દીકરીને માઠું લાગી આવ્યું હતું. 16મી તારીખે સાંજે દાદી ધાર્મિક કાર્યક્રમમાં ગઈ અને ઘરે કોઈ ન હતું. આ સમયે સગીરા ઘરેથી ચાલી નીકળી હતી. સગીરા અંગ્રેજીમાં એક ચિઠ્ઠી લખી હતી.

ફિલ્મી સ્ટાઇલમાં ચીઠ્ઠી લખીને ભાગી હતી
તરૂણીએ ચિઠ્ઠીમાં લખ્યું કે ‘બાય. જા રહી હું. મેં સબસે દૂર. થેક્યું સો મચ, મુઝે 17 સાલ ઝેલને કે લીયે. થેક્યું દાદી મુજે ઈતને પ્યાર સે રખને કે લીયે ઔર દાદુ મુઝે હંમેશા મેરી ગલતી પર ડાટને કે લિયે. આપ સબકો મેરી કસમ હૈ કી અગર મુઝે ઢુંઢને કી ટ્રાય કી તો ભગવાન કરે મેં ઉસી સમય મર જાઉં.

અબ આપ લોગો કો મેરા ચહેરા કભી દેખને નહિ મીલેગા. બાય. લવ યુ સબ કો. ઔર પ્લિઝ મુઝે ખુશ રહેને દિજીયે. પાપા આપને મુઝે બહુત હર્ટ કિયા હૈ. અબ અકેલે ખુશ રહેને દિજીયે. ક્યું કી આપ કે સાથ મેં કભી ખુશ નહિં રહ શકતી. મુઝે ફ્રીડમ ચાહિયે, જો યહાં નહીં મિલ સકતી. યહ બિલકુલ મત સોચના કી મે મૈં કિસી લડકે કે સાથ ભાગી હું. ઐસા કુછ ભી નહીં હૈ.

અન્ય સમાચારો પણ છે...