તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:કાપડ માર્કેટ મહિનો બંધ છે તેવી અફ‌વા, 5 મે સુધી બંધ

સુરત15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બંધની જગ્યાએ હવે ઓડ ઈવન પદ્ધતિથી માર્કેટ કાર્યરત કરવા માર્કેટની સંસ્થાઓએ નિર્ણય લીધો

તારીખ 28મી એપ્રિલથી 5 મે સુધી કાપડ માર્કેટ બંધ રાખવા માટે પોલીસ કમિશનરે જાહેરનામુ પાડીને આદેશ કર્યો હતો. જો કે રવિવારે બપોરથી કોઈક ટીખળખોર દ્વારા કાપડ માર્કેટની આગેવાની કરતી સંસ્થા ફોસ્ટાના લેટર પેઈડ સાથે ચેડા કરીને તારીખ 31 મે કરીને સોશિયલ મીડિયામાં પત્ર ફરતો કરી દીધો હતો.

રવિવારે ટેક્સટાઇલ માર્કેટ 31મી તારીખ સુધી બંધ રહેશે તેવો ફોસ્ટાના નામનો પત્ર ઇન્ટરનેટ પર વહેતો કરી દેતા વેપારીઓમાં મુંઝવણ પ્રવર્તી હતી. આ સાથે વેપારીઓના મત લીધા વગર જ તંત્ર દ્વારા માર્કેટ મહિનો બંધ કરી દેવાના નિર્ણય સામે વેપારીઓ અકળાયા પણ હતાં. જો કે, ખોટો મેસેજ હોય તેમ જણાવી કાપડ માર્કેટની સંસ્થા ફોસ્ટાએ તેના લેટર પેઈડ પર તારીખ 31મી મે સુધી માર્કેટ બંધની વાતનું સ્પષ્ટિકરણ કરવાની નોબત આવી હતી. આ સાથે 5 મે પછી કાપડ માર્કેટ બંધ રાખવાની જગ્યાએ ઓડ ઇવન પદ્ધતિથી કામકાજ કરવા માર્કેટની સંસ્થાઓએ પણ નિર્ણય લીધો છે. 5 મે સુધી શહેરના રિંગરોડમાં આવેલી 165 માર્કેટની 70 હજાર દુકાનો બંધ રાખવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો