તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊંટવૈદો પર કાર્યવાહી ક્યારે?:સુરત જિલ્લામાં દવાખાનાની હાટડી ચલાવતા બોગસ ડોક્ટર મુદ્દે જિલ્લા પંચાયતમાં શાસક-વિપક્ષે ગાજ વરસાવી

સુરત5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે. - Divya Bhaskar
ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
  • બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં જિલ્લા આરોગ્ય તંત્ર ઉણું ઉતર્યું

કોરોના કાળમા નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં મોટી હોસ્પિટલો નથી ત્યાં અમુક લેભાગુ બોગસ ડોક્ટરો સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે. રાજ્યના ડીજીપીએ નકલી ડોકટરોને શોધી કાઢવાના આદેશો કર્યા છે. જિલ્લા તંત્રએ બે-ત્રણ બોગસ તબીબો સામે કાર્યવાહી કરી છે. જો કે, આ કાર્યવાહી સુરત જિલ્લામાં પાશેરામાં પૂણી સમાન હોવાનું કહેવાય છે ભૂતકાળમાં જિલ્લા પંચાયત સામાન્ય સભામાં શાસક અને વિપક્ષના સદસ્યોએ જ તંત્ર ઉપર ગાજ વરસાવી બોગસ ઊંટવૈદ વેદોની યાદી રજૂ કરી હતી. છતાં પણ તંત્ર દ્વારા જિલ્લામાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું કહેવાય છે.

જિલ્લાના આ વિસ્તારોમાં વધુ બોગસ ડોક્ટર
જિલ્લાના મોટા બોરસરા, નાના બોરસરા, પીપોદરા, સિયાલજ, કીમ ચોકડી, માંડવી તાલુકાના કરંજ, હરિયાલ તથા ચોર્યાસી તાલુકામાં અનઅધિકૃત રીતે પ્રેક્ટિસ કરતા બોગસ તબીબોની સંખ્યા વધારે છે. આ ઉપરાંત ઓલપાડ તાલુકાના સાયણ, દેલાડ જેવા ઘણા ગામોમાં બોગસ તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા આચરતા હોવાની ભૂતકાળમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શાસક પક્ષ તેમજ વિપક્ષના સદસ્યોએ આવા બોગસ તબીબોની રજૂઆત કરી હતી.

સભામાં લિસ્ટ રજૂ કરાયું હતું
ચોર્યાસી તાલુકામાં અનઅધિકૃત રીતે પ્રેક્ટિસ કરતા 30 બોગસ તબીબોનું લિસ્ટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. જેની તપાસ કરવા માટે તાલુકા હેલ્થ ઓફિસરોને સૂચના આપી તાલુકા કક્ષાએ રજીસ્ટર નિભાવી માહિતી ભરવા સૂચવ્યું હતું. છતાં પણ બોગસ તબીબો સામે કાર્યવાહી તંત્ર દ્વારા યોગ્ય રીતે કરવામાં આવી હોવાનાં આક્ષેપો ભૂતકાળમાં સામાન્ય સભામાં કરવામાં આવ્યા હતાં. હવે રાજ્યના ડીજીપીના આદેશને લઈને તંત્ર દ્વારા આવા ઊંટવૈદોની સામે ઠોસ કાર્યવાહી કરી જિલ્લાના નિર્દોષ અલ્પશિક્ષિત લોકો નાં આરોગ્ય સામે થતા ગંભીર ચેડા અટકાવાય તે જરૂરી છે.

પલસાણા અને કડોદરામાં વધુ બોગસ ડોક્ટર
સુરત જિલ્લામાં બોગસ તબીબોના હાટડા ઓ અને ભૂતકાળમાં અનેક વખત જવાબદારોનું ધ્યાન દોરવા છતાં કોઇ નક્કર કામગીરી થઇ હોય તેવું દેખાતું નથી હાલમાં રાજ્યના ડીજીપીએ બોગસ તબીબો પર કાર્યવાહી માટે આદેશ આપતા જિલ્લા પોલીસ તંત્ર દોડતું થયું છે. પલસાણા અને કડોદરા વિસ્તારમાં તંત્ર દ્વારા બેથી ત્રણ જેટલા ઊંટવૈદો સામે કામ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે ભૂતકાળમાં ઊંટવૈદોને લઈ સામાન્ય સભામાં શાસક પક્ષના સભ્યોએ રજૂ કર્યું હતું.

સામાન્ય સભામાં વિરોધ પણ કરાયો હતો
જિલ્લામાં ઠેરઠેર બોગસ તબીબોના હાટડાઓ બંધ કરાવવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરનાર પૂર્વ સદસ્ય દર્શન નાયક દ્વારા સામાન્ય સભામાં ભૂતકાળમાં બોગસ તબીબ બનીને અનોખો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. છતાં સામાન્ય સભામાં શાસક પક્ષના પ્રમુખ અને પદાધિકારીઓએ આ બોગસ તબીબો સામે આરોગ્ય વિભાગને ઠોસ કાર્યવાહી કરવા અપાયેલી સૂચના પછી પણ જિલ્લામાં બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં કોઈ અકળ કારણોસર આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી.