સુરતના વિવાદીત આરટીઓ ગજ્જરને ગાંધીનગર રોડ સેફ્ટી ઓથોરિટીમાં બદલી કરાઇ છે. ગુરૂવારે મોડી રાત્રે 16 આરટીઓની ટ્રાન્સ્ફરનો ગંજીપો ચીપાયો હતો. હવે સુરતમાં વડોદરાના ઇન્ચાર્જ આરટીઓ એ.એમ. પટેલને ચાર્જ સોંપાયો છે. આરટીઓ મેહુલ ગજ્જરની ઓક્ટોબરમાં જ સુરતમાં બદલી થઇ હતી. છ મહિનામાં તેમને લઈ અનેક નાના-મોટા વિવાદો છે. કેટલાક પ્રિય એજન્ટોના તમામ કામો થઇ જતા હોવાની પણ વાતો છે. બે મહિના પહેલા જ ગજ્જર સામે એસીબીમાં ફરિયાદ થઇ હોવાની વાત પણ હતી. જો કે, આ બાબતે કોઇ સમર્થન મળ્યું ન હતું.
એજન્ટોનો સુરક્ષા કર્મીઓ સાથે હોબાળો
સુરત: આરટીઓ કચેરી પાસેના ટેસ્ટ ટ્રેક પાછળ એક સિક્યોરીટી ગાર્ડે ખુરશી મુકીને બેસી રહે છે. જે ઘણા લોકોને સેટીંગમાં ટેસ્ટ પાસ કરાવીને લાયસન્સ કઢાવી આપવાની વાત કરે છે. દરમિયાન આરટીઓના એક એજન્ટના જ ગ્રાહકની સાથે આવી ઘટના બનતા વાત વણસી હતી. આ મુદ્દે સિક્યોરીટી ગાર્ડ અને એજન્ટ વચ્ચે માથાકૂટ થઇ હતી. આ અંગે કેટલાક લોકોએ વીડિયો બનાવીને વાઇરલ કરી દીધો હતો. ત્યારબાદ સિક્યોરીટી ગાર્ડને લઇને આરટીઓ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.