તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અરૂણાચલ પ્રદેશના ઈટાનગરમાં બોગસ ડોક્યુમેન્ટો આધારે ભૂતિયા વાહનો રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ યસ બેંકમાંથી 8.64 કરોડ રૂપિયાની લોન લઇ છેતરપિંડી કરવાના કેસમાં આરોપી એવા 48 વર્ષીય આરટીઓ એડવાઇઝર ભૂમેશ રસિકલાલ શાહ (રહે,મિલેનીયમ રેસીડન્સી, હનીપાર્ક રોડ,અડાજણ)ડીસીબીએ ઝડપી પાડ્યો છે.
આરોપી આરટીઓ એડવાઇઝર ભૂમેશ શાહ છેતરપિંડી કેસના મુખ્ય સૂત્રધાર ઈર્શાદ પઠાણના ઈશારે કામ કરતો હતો. વધુમાં આરોપી ભૂમેશ શાહ આરસી બુક માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી આપતો હતો. આરોપી ભૂમેશ શાહ દ્વારા તૈયાર કરાયેલા ડ્રાફટના આધારે સૂત્રધાર ઈર્શાદ અરૂણાચલ પ્રદેશના ભૂતિયા વાહનોનું રજીસ્ટ્રેશન કરાવી દેતો હતો.
આગામી દિવસોમાં ભૂતિયા વાહનોના લોન છેતરપિંડી કેસમાં ઘણા રહસ્યો ખોલી શકે તેમ છે. વધુમાં આ લોન છેતરપિંડી કેસમાં 20 જેટલા આરોપી લોનધારકોએ 5.25 કરોડની રકમ બેંકમાં ભરપાઈ કરી ન હતી. લોન છેતરપિંડીકેસમાં મુખ્ય સૂત્રધાર ઈર્શાદ પઠાણ, તેનો ભાઈ ઈમરાન પઠાણ, કપિલા કોઠીયા, શૈલેષ જાદવાણી અને મુકેશ સોજીત્રાની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આ આરોપીઓ જેલમાં છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.