તસ્કરી:અઠવાલાઈન્સના વેપારીના બંધ ફ્લેટમાંથી રૂ. 1.66 લાખની ચોરી, ચોરો પાર્કિંગમાંથી મોપેડ પણ લઈ ગયા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પરિવાર અજમેર ગયો ને ઘરમાં ચોરી

ભાગાતળાવ જનતા માર્કેટમાં મોબાઈલનો વેપાર કરતા વેપારી પરિવાર સાથે રાજસ્થાનના અજમેર દરગાહે દર્શન કરવા માટે ગયા હતા. દરમિયાન તેના બે ફલેટના તાળાં તોડી ચોરો સોનાના દાગીના, રોકડ અને ફ્લેટની નીચે પાર્ક કરેલી મોપેડ મળી કુલ 1.66 લાખ રૂપિયાની મતાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જેથી અઠવાલાઇન્સ પોલીસમાં મોબાઇલના વેપારી મોહંમદ સલમાન હનીફભાઈ કાપડીયાએ ચોરીની ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આજુબાજુની બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

મોબાઇલ ફોનના વેપારી સલમાનભાઈનાં સોની ફળિયામાં હીરાઘસુ એપાર્ટમેન્ટમાં બે ફ્લેટ છે. જેમાંથી એક ફ્લેટમાં તેઓ પોતે રહે અને બીજા ફ્લેટમાં તેમનાં માતા રહે છે. 6 ડીસેમ્બરના રોજ રાત્રિના સમયે વેપારી બન્ને ફ્લેટ બંધ કરી પરિવારના સભ્યો સાથે અજમેર જવા નીકળી ગયા હતા. દરમિયાન 9 ડિસેમ્બરના રોજ તેમના બન્ને ફ્લેટનાં તાળાં તોડી અજાણ્યા ચોરોએ સોનાના દાગીના, રોકડ 70 હજાર તેમજ પાર્કિંગમાંથી મોપેડ લઈ ગયા હતા. ચોરીની ઘટના અંગે ભાઈએ જાણ કરતા વેપારી 10મી તારીખે સુરત આવ્યા હતા અને ચોરી બાબતે પોલીસને ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...