તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:આરોપીના જામીન માટે રૂ. 50ની લાંચ લેવા જતા વચેટીયો ઝડપાયો

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બહુમાળીમાં વધારાના એક્ઝિ.મેજિસ્ટ્રેટની કચેરીમાં ACBનું છટકું

શહેરના પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા આરોપીઓને 151 અને 107 હેઠળની કલમમાં વધારાના એક્ઝીકયુટીવ મેજિસ્ટ્રેટની કચેરીમાં પોલીસ દ્વારા રજૂ કરવામાં આવે ત્યારે જામીન માટે ખાનગી સ્ટાફ રૂ.50 થી લઈ 300ની લાંચ માંગતો હોવાની ફરિયાદ એસીબી સમક્ષ આવી હતી. જેના આધારે એસીબીના સ્ટાફે મંગળવારે નાનપુરા બહુમાળી એ બ્લોકમાં બીજા માળે વધારાના એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટની કચેરીમાં છટકું ગોઠવી ખાનગી વ્યકિત અનિલ ઈશ્વર પટેલ(40)(રહે,અંભેટાગામ,ઓલપાડ)ને 50 રૂપિયાની લાંચ લેતા રંગેહાથે પકડી પાડયો હતો.

લાંચીયા અનિલ પટેલે એસીબી સમક્ષ કહ્યું કે,આ લાંચની રકમમાં અન્ય એક ખાનગી વ્યકિતથી લઈ કચેરીના સ્ટાફની પણ ભાગીદારી છે. અનિલ અને સુનિલની જોડી ડેઇલી 25 થી 30 હજારની કમાણી કરતી હતી. એસીબીએ મોડીરાતે આ મામલે એક મામલતદારની પૂછપરછ શરૂ કરી છે. જો કે તેની લાંચમાં સંડોવણી છે કે કેમ તે અંગે હજુ એસીબી તપાસ કરી રહી છે. ખાનગી વ્યકિત અનિલ પટેલ અને સુનિલ ચૌહાણને મામલતદારે 5 હજારના માસિક પગાર પર નોકરી પર રાખ્યા હતા.

સરકારી કચેરીમાં આવી રીતે નોકરી પર રાખી શકાય નહિ છતાં મામલતદારે કંઈ રીતે રાખ્યા તે એક તપાસનો વિષય છે એટલું જ નહિ અનિલ પટેલ છેલ્લા 15 વર્ષથી કચેરીમાં નોકરી કરતો હતો અને તેનો કચેરીમાં રૂઆબ એક ઓફિસર હોય તેવો હતો. જયારે અનિલે સુનિલને આસિટન્ટ તરીકે રાખ્યો છે.

અન્ય સમાચારો પણ છે...