તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૌભાંડ:રૂ. 268 કરોડના બોગસ બિલિંગમાં એકાઉન્ટન્ટે ભાંડો ફોડ્યો, બે પકડાયા

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છ પેઢીના નામે ખેલ કરાયા, યોગેશ નામનો આરોપી પણ જેલના સળિયા પાછળ ધકેલાયો, 14 કરોડની ITC મેળવી

રૂપિયા 13.75 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં એસજીએસટી (સ્ટેટ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) વિભાગે અડાજણ અને ભાગળ ખાતે રહેતા બે આરોપીઓની ધરપકડ કરી બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં આરોપીઓને લાજપોર જેલ મોકલી આપતો ઓર્ડર કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને એપીપી દિપેશ દવે હાજર રહ્યા હતા. સમગ્ર કેસમાં ધ્યાન આકર્ષિત કરતી બાબત એ છે કે આરોપીઓના એકાઉન્ટ સંભાળનાર એકાઉન્ટન્ટને બોગસ બિલિંગની ગંધ આવતા ભાંડો ફોડી નાંખ્યો હતો. નોંધનીય છે કે એસજીએસટીના સ્પેશિયલ કમિશનર સમીર વકીલની સુરત મુલાકાત બાદ સમગ્ર સ્થિતિ જ બદલાઈ ગઈ છે અને હજી જયરાજ રાય સહિતના કેટલાંક આરોપીઓની ધરપકડ થાય એવી સંભાવના દેખાઈ રહી છે.

સમગ્ર કૌભાંડની બૂ આવી જતાં સમગ્ર મામલો સામે લાવ્યો
એસજીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગના આસિસ્ટન્ટ કમિશનર હાર્દિક દરજી દ્વારા અડાજણ, ભાગળ, રીંગરોડ સહિતના જુદા-જુદા એરિયામાં છ બોગસ પેઢી ઊભી કરી કરોડો રૂપિયા ટ્રાન્ઝેકશન કાગળ પર જ બતાવી રૂપિયા 13.75 કરોડની આઇટીસી ઉસેટનારા મનીષ શાહ અને યોગેશની ગુરુવારની સાંજે જ ધરપકડ કરવામાં આવી હતી. અને શુક્રવારના રોજ બંનેને કોર્ટમાં રજૂ કરાયા હતા. માત્ર પ્રોડકશન હોય કોર્ટે આરોપીઓની જેલ કસ્ટડીનો હુકમ કર્યો હતો. તપાસ સાથે સંકળાયેલાં અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી પૈકી મનીષ શાહની મુખ્ય ભૂમિકા રહી છે, તેણે સંબંધીઓના નામે પણ પેઢીઓ બનાવી હતી. દરમિયાન કોર્ટમાંથી મળતી માહિતી મુજબ આરોપીઓના એકાઉન્ટ એક લલીત શર્મા નામધારી એકાઉન્ટન્ટ તૈયાર કરતો હતો તેને સમગ્ર કૌભાંડની બૂ આવી જતાં સમગ્ર મામલો સામે લાવ્યો હતો.

નાના લોકોના ડોક્યુમેન્ટના આધારે ખેલ
આરોપીઓએ કુલ છ પેઢીમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોના ડોક્યુમેન્ટ મેળવીને કુલ રૂપિયા 268 કરોડના ટ્રાન્ઝેકન કર્યા હતા. જેમાં અર્હમ ટ્રેડસમાંથી 0.86 લાખની આઇટીસી, રીયા એન્ટરપ્રાઇઝમાંથી 5.07 કરોડની, અસલમ એક્ઝિમમાંથી 3.58 કરોડની, આઇસીએ એન્ટરપ્રાઇઝમાંથી 0.78 લાખની અને દર્શન ટેક્સટાઇલમાંથી રૂપિયા 3.92 કરોડની આઇટીસી મેળવાઈ હતી. આ ક્રેડિટ શ્રોફ પેઢીઓમાં ટ્રાન્સફર કરી તેમને તગડું કમિશન ચૂકવીને રૂપિયા ઉપાડી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...