તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Rs. Police Beat The Jeweler For Rs 20,000, Made Him Drink Alcohol, Tortured Sarthana Police, Also Filed A Case Of Alcohol Against The Victim.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દબંગાઈ:રૂ. 20 હજાર માટે રત્નકલાકારને માર મારી પોલીસે દારૂ પીવડાવ્યો, સરથાણા પોલીસનો અત્યાચાર, પીડિત સામે દારૂનો કેસ પણ કર્યો

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પીડિત હરિકૃષ્ણ - Divya Bhaskar
પીડિત હરિકૃષ્ણ
 • પીડિત અને કેશિયર વચ્ચેની વાતચીતનો ઓડિયો સામે આવ્યો

સરથાણામાં યુવક પાસેથી 20 હજાર પડાવવા સરથાણા પોલીસના કેશિયર અને ડીસ્ટાફ PSIએ ઢોર માર મારીને તેને બળજબરીથી દારૂ પીવડાવીને તેની સામે દારૂનો કેસ કર્યો હતો.પાસોદરાના ઓમ ટાઉનશિપ-1માં રહેતો હરિકૃષ્ણ પ્રેમજી સલીયા રત્નકલાકાર છે. 3 માસ પહલાં હરિકૃષ્ણના મિત્ર રાજુ પર સરથાણા પોલીસે દારૂ પીવાનો કેસ કર્યો હતો. તે સમયે કોન્સ્ટેબલ યુવરાજસિંહે રાજુને નહીં મારવા 20 હજાર માંગ્યા હતા.

હરિકૃષ્ણ વચ્ચે પડતા યુવરાજસિંહે 3 માસમાં 20 હજાર રમાટે યુવરાજસિંહે હરિકૃષ્ણને ઘણી વખત ફોન કર્યા. પરંતુ તેની પાસે રૂપિયા ન હોવાથી તે આપી શક્યો ન હતો. 27મી તારીખે હરિકૃષ્ણ મિત્ર સાથે કારમાં સરથાણા પોલીસ મથક પાસેથી પસાર થતો હતો ત્યારે યુવરાજ સિંહેે તેને કારથી ઉતારીને બીજાઓને જવા દીધા હતા.

હરિકૃષ્ણના પગ પર મારથી ઇજાના નિશાન
હરિકૃષ્ણના પગ પર મારથી ઇજાના નિશાન

ડી-સ્ટાફની ઓફિસમાં લઈ જઈને હરિકૃષ્ણને ધમકાવ્યા બાદ PSI પઢીયાર અને બીજા 3 પોલીસવાળાઓએ માર મારી મર્ડરની ધમકી આપી હતી.ત્યાર બાદ બળજબરીથી દારૂ પીવડાવી લોકઅપમાં બંધ કરી દીધો હતો. રાત્રે હરિકૃષ્ણના મિત્ર જામીન માટે આવતા તેનેે સ્મીમેર લઈ ગયા હતા. સ્મીમેરમાં એમએલસી બાદ સારવાર કરાવી હતી. હરિકૃષ્ણને પગ અને આંખના ભાગે ઇજા થઇ છે.પોલીસ કમિશનર કચેરીમાં યુવરાજસિંહ, PSI પઢીયાર સહિતના લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવા અરજી કરી છે. હરિકૃષ્ણ અને યુવરાજસિંહનો ઓડિયો પણ સામે આવ્યો છે.તેમાં યુવરાજસિંહ એવું કહે છે કે તેને પોતાના રૂપિયા ભોગવવા પડ્યા.

આક્ષેપ ખોટા : પીઆઈ
સરથાણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જી.એ. પટેલે જણાવ્યું હતું કે પોલીસ પર ખોટા આક્ષેપ કરાઈ રહ્યા છે. હરિકૃષ્ણ દારૂ પીધેલો હતો. ઓડિયોમાં જે વાત છે તે જુની વાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો