તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્માણ:પીપલોદમાં રૂ. 30 કરોડના ખર્ચે કલેક્ટર કચેરી બનશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10488 ચો.મી પર 5 માળની બિલ્ડિંગ બનશે

પીપલોદ ખાતે આવેલી 10488 ચોરસ મીટર સરકારી જમીન પર 30 કરોડના ખર્ચે નવી કલેક્ટર કચેરી બનાવવા માટે જિલ્લા કલેકટરે દરખાસ્ત કરી દીધી છે. નિર્માણ પામનારી 5 માળની આ કચેરીમાં મામલતદાર પ્રાંત અધિકારી સહિતની આધુનિક કચેરીઓ બનાવાશે.

જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું કે, પીપલોદ એસવીએનઆઇટી સામે આવેલી સરકારની કરોડોની કિંમતની જગ્યા પર નવી કલેકટર કચેરી બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આ બિલ્ડિંગમાં કલેકટર, અધિક નિવાસી કલેકટર,નાયબ કલેકટર સિટી પ્રાંત અધિકારી ઉપરાંત અજમાયશી 6 નાયબ કલેકટર,અજયામસી 6 મામલતદાર કચેરી સહિત આઠ મામલતદાર કચેરી એક જગ્યાએ ઉપલબ્ધ રહે તેવું આયોજન કરાયું છે. 63 નાયબ મામલતદાર સહિત 97 કારકૂન મળી 188 સ્ટાફ માટે બેઠક વ્યવસ્થા કરાશે.

અન્ય સમાચારો પણ છે...