તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:રૂ. 50 હજારમાં ડિગ્રી આપનાર હોમિયોપેથિક ડોકટર ઝડપાયો

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • પાંડેસરાના બોગસ તબીબને ડિગ્રી આપી હતી

પાંડેસરામાંથી મહિના પહેલા બોગસ ડોકટર પકડાયો હતો. બોગસ ડોકટરે 50 હજારમાં ડિગ્રી પાંડેસરાના ડોકટર પાસે લઈ દવાખાનું શરૂ કર્યુ હતું. છેલ્લા 1 વર્ષથી બોગસ ડોકટર દવાખાનું ચલાવતો હતો. આ ચીટીંગના કેસમાં પાંડેસરા પોલીસે એક ડોકટરની બુધવારે ધરપકડ કરી છે. ડો. હિમાંશુશેખર ગૌરીશંકર ત્રિનાથ પંડા (24)(રહે,આકાશ રો હાઉસ, પાંડેસરા, મૂળ રહે,ઓરિસ્સા) પાસેથી 50 હજારમાં બોગસ ડોકટર નિલેશ સત્યનારાયણ તિવારીએ સર્ટિફિકેટ અને રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પકડાયેલો હિમાશુંશેખર હોમોપેથિક ક્લિનિક પાંડેસરામાં ચલાવે છે. તેની પાસે કલક્તા અને અમદાવાદના સર્ટિ. મળ્યા છે. જેની પોલીસ ખરાઈ કરી રહી છે.

સર્ટી બોગસ નીકળે તો વધુ એક ગુનો ડોકટર હીમાશુંશેખર સામે દાખલ નોંધાશેે. હાલમાં ડોકટરને કોર્ટે લાજપોર જેલમાં મોકલી આપ્યો છે. બારડોલી અને સુરતની ખાનગી હોસ્પિટલમાં નર્સિંગની નોકરી કર્યા પછી પાંડેસરામાં આશીર્વાદ ક્લિનિક ખોલી બની બેઠેલા તબીબ નિલેશનો તંત્રએ ભાંડો ફોડયો હતો. તેની બીએએમએસ ડિગ્રી કોલકાતામાં બનાવી રજીસ્ટ્રેશન સર્ટી.ની અમદાવાદમાં નોંધ કરાઈ હતી. પોલીસે દવા,સીરપ અને ઈજેકશનનો 14,429નો જથ્થો જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો