તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:શિક્ષણ સમિતિના શિક્ષકોની રૂ. 4200ના ગ્રેડ પેની માંગ

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કલેક્ટરને આવેદન, હાલ 2400 ચુકવાય છે

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ 4200ના ગ્રેડ પેની માંગણી સાથે સુરત કલેક્ટરને આવેદનરપત્ર આપી રજુઆત કરવામાં આવી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા શિક્ષકોને હાલમાં 2400 રૂપિયાના ગ્રેડ પે પ્રમાણે પગાર ચુકવવામાં આવી રહ્યો છે. જ્યારે 9-20 અને 31 વર્ષના અનુભવના આધારે મળતા ઇન્ક્રીમેન્ટ મુજબ 1500 જેટલા શિક્ષકો એવા છે કે જેમને હાલ નિયમ પ્રમાણે 4200 રૂપિયાનો ગ્રેડ પે મળવો પાત્ર છે.

પરંતુ તેમને હાલ 4200ના સ્થાને 2800 રૂપિયાનો ગ્રેડ પે આપવાનું સમિતિ જણાવી રહી છે. જે શિક્ષકોને સ્વીકાર્ય ન હોવાથી શિક્ષકોએ વિરોધ નોંધાવવાની શરૂઆત કરી છે. આ શિક્ષકોએ ગુરૂવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી 4200ના ગ્રેડ પે પ્રમાણે તેમને પગાર મળે તેવી માંગણી કરી છે.

પ્રાથમિક શિક્ષક મહાસંઘ- સુરત કોર્પોરેશનના મહામંત્રી દિનેશ વાઘએ જણાવ્યું હતું કે, શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતા 1500 જેટલા શિક્ષકો 4200 રૂપિયાનો ગ્રેડ પે મેળવવા માટે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે, ઉપરાંત સરકાર તરફથી એચ. ટાટ(આચાર્ય)ની ભરતી અને તેમને સોંપવામાં આવેલી સત્તાને અનુરૂપ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તૈયાર કરવામાં આવ્યું ન હોવાથી તે તૈયાર કરવાની માંગણી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો