2400 રૂપિયા ભરવાથી બે વર્ષમાં 112416 રૂપિયા મળશે એવી લાલચ આપી રોકાણના નામે લાખો રૂપિયા પડાવીને પરત નહીં કરનારી ક્રાઈઝર વર્લ્ડ કંપની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. પંચમહાલના હાલોલ તાલુકાના કંજરી ગામમાં રહેતા હેમેશ પંચાલે વર્ષ 2020માં સોશિયલ મીડિયા પર ક્રાઈઝર વર્લ્ડ કંપનીની જાહેરાત જોઈ હતી જેમાં રૂ.2400 ભરવાથી બે વર્ષમાં 112416 રૂપિયા મળશે એવું લખ્યું હતું. જેથી જાહેરાતમાં જણાવેલા નંબર પર હેમેશે વાત કરતા સામેવાળાએ મહેશ ગુસાઈનો વીડિયો જોવા કહ્યું હતું. તેમાં નવા ગ્રાહક આવવાથી તમારા ખાતામાં 15 યુરો જમા થશે એવું કહ્યું હતું.
અન્ય એક મોહિત પટેલે જણાવ્યું હતું કે, તમને કંપનીના ઉચ્ચ અધિકારી કેવીન બ્રહ્મભટ્ટ સાથે વાત કરાવીશ. પિતા મોહિતે ફોન કરીને હેમેશની કેવિન સાથે વાત કરાવી હતી. હેમેશ કેવિનની વાતોમાં આવી જઈ પોતે અને પત્ની મયુરી અને અન્ય સંબંધીઓના નામથી કુલ 5 લાખ રૂપિયાનું કંપનીમાં રોકાણ કર્યું હતું.
હેમેશના પિતાના મિત્ર પિયુશ શેઠે પણ આ કંપનીમાં 6 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે, તેની સામે તેમને કોઈ વળતર મળતું ન હતું. આરોપીઓની ઓફિસ પાલમાં મોનાર્ક કોમ્પ્લેક્સમાં હતી. હેમેશે કેવિન( રહે. કતારગામ) મહેશ (રહે. અડાજણ) અને મોહિત વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાંચમાં 11 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.