બેઠક:ડુમસના કાદી ફળિયામાં રૂ. 4.75 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઈન નંખાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટર કમિટીની બેઠકમાં લીલીઝંડી અપાઈ

સુરત શહેરમાં સમાવિષ્ટ થયાના 2 વર્ષ પછી ડુમસના કાંદી ફળિયામાં રૂ.4.75 કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્ક નાંખવાના કામને ગટર કમિટીની મળેલી બેઠકમાં લીલીઝંડી આપવામાં આવી હતી.વર્ષ 2020માં સુરત શહેરનું હદ વિસ્તરણ થયું હતું. 2 નગર પાલિકા અને 27 ગામોનો સમાવેશ થયો હતો. જેમાં ડુમસના કાંદી ફળિયાને પણ શહેરમાં સમાવી લેવાયું હતું. આમ તો ડુમસ 2006ના હદ વિસ્તરણમાં જ સુરત શહેરમાં સમાવિષ્ટ થઇ ગયું હતું. પરંતુ એક માત્ર કાંદી ફળિયા વિસ્તારને બાકાત રાખવામાં આવ્યું હતું.

આ વિસ્તાર વર્ષ 2020ના હદ વિસ્તરણમાં આવતા હવે આ એરિયામાં પ્રાથમિક સુવિધાના કામો પર ભાર મૂકવામાં આવ્યો છે. કાંદી ફળિયામાં ડ્રેનેજ સિસ્ટમ પ્રસ્થાપિત કરવા માટે ડ્રેનેજ નેટવર્ક, સુએઝ પમ્પીંગ સ્ટેશનો, રાઇઝીંગ મેઇન લાઇનો સહિતના કામો શરૂ થશે. આ માટેના રૂ.4.75 કરોડના અંદાજિત ખર્ચને ગટર કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો હતો.

ગટર સમિતિ ચેરમેન વિક્રમ પાટીલે જણાવ્યું હતું કે, બેઠકમાં એજન્ડા ઉપરના તમામ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. કુલ 22.28 કરોડના વિવિધ ડ્રેનેજ લાઇનના કામો મંજૂર થયા હતા. ચોમાસા પહેલા મેઇનહોલ, જાળિયાની સાફસફાઇ કરી લેવા અધિકારીઓને કડક સૂચના અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...