વિરોધ:રૂ. પાંચ કરોડમાં શેલ્ટર હોમને બદલે આવાસ બનાવો: વિપક્ષ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરવિહોણા માટે પાલનપોરમાં શેલ્ટર હોમનો વિરોધ

પાલિકામાં જાહેર બાંધકામ સમિતિની મળેલી બેઠકમાં ટેન્ડર, અંદાજના મળી કુલ 104.51 કરોડના વિવિધ કામોને બહાલી આપવામાં આવી હતી.પાલનપોર વિસ્તારમાં 110 ઘરવિહોણા માટે શેલ્ટર હોમ બનાવવા માટેના 5 કરોડના અંદાજ મંજૂરીના કામનો વિપક્ષી સભ્ય મહેશ અણઘણે વિરોધ કર્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે, આટલા ખર્ચામાં તો આવાસ બની જાય અને દરેક ઘર વિહોણા લોકો ઘરમાં રહેતા થઇ જાય.

ઉપરાંત વિપક્ષે પાલિકાની મુખ્ય કચેરીમાં કલરકામ કરવા માટે આવેલા 11 ટકા ઉંચા ટેન્ડરનો વિરોધ કરતા કહ્યું કે, કતારગામ વિસ્તારની પાલિકાની વિવિધ હયાત મિલકતોને કલર કરવા માટે 41 ટકા નીચું ટેન્ડર આવ્યું છે. આમ બંને કલર કામના કામોમાં ટેન્ડરના ભાવમાં આટલો મોટો તફાવત હોઇ ગેરરિતીનો તેમણે આક્ષેપ કર્યો છે. બેઠકમાં આઉટર રીંગરોડ અંતર્ગત સારોલીથી વરિયાવ સુધીના 4.85 કિ.મીના રોડને સીસી રોડ તરીકે ડેવલપ કરવાના 68.35 કરોડના અંદાજ મંજૂર કરાયા હતા.

સોસાયટીના રસ્તાના કામમાં પાલિકાની બેવડી નીતિ
શહેરની 42 સોસાયટીમાંથી 6માં સીસી રોડ બનાવવાના કામો અને 36માં રસ્તા કારપેટ-રિકારપેટના કામો હતા. રસ્તાના કામમાં પાલિકાની બેવડી નીતિ જણાય છે. લિંબાયતમાં 6માંથી 5 સોસા.માં સીસી રોડ છે. જેમાં પરવતગામતળ હળપતિવાસ, ગોડાદરા સરસ્વતી નગર, પરવત-ગોડાદરામાં સાંઇબાબા એસ્ટેટ-એ, મગોબ-ડુંભાલમાં જય જલારામ નગર, ગોડાદરા-ડીંડોલીમાં વૃંદાવન પાર્ક સોસાયટી સામેલ છે.

અન્ય સમાચારો પણ છે...