તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હદ વિસ્તરણ:સુરત પાલિકાને રૂ. 125 કરોડ ગ્રાંટની આશા, વા 27 ગામ અને 2 નગર પાલિકાનો સમાવેશ થયો હતો

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

7 ઓગસ્ટે સરકારના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની મહા પાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે 1 હજાર કરોડની ગ્રાન્ટ આપવા ચેક વિતરણ કરાનાર છે. જેમાં સુરત પાલિકાને 125 કરોડ ગ્રાન્ટ મળી શકે છે. તાજેતરમાં હદ વિસ્તરણ થતાં પાલિકામાં નવા 27 ગામ અને 2 નગર પાલિકાનો સમાવેશ થયો હતો. જેથી નવા સમાવિષ્ટ થયેલા ગામોમાં વિકાસ માટે વધારે ગ્રાન્ટની આવશ્યકતા ઉભી થઇ છે. સુરત પાલિકાને કેપિટલ કામો માટે વર્ષે 2500 કરોડથી વધુની ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવે છે. પરંતુ કોરાનાકાળમાં ઓકટ્રોયની અવેજમાં દર મહિને 60થી 70 કરોડની ગ્રાન્ટ સિવાય વિકાસ કામો માટે કંઈ ફાળવાયું નથી.

અન્ય સમાચારો પણ છે...