સુરતમાં સોલાર પ્લાન્ટમાં રોકાણના નામે સ્કાયનેટ એનર્જીનું 90 લાખમાં ઉઠમણું કર્યું હોવાની ઘટના સામે આવી છે. સોલાર પ્લાન્ટમાં રોકારણ કરી દર મહિને 10 ટકા વળતરની લાલચ આપી રોકાણકારો પાસે રોકાણ કર્યું હતું. હાલ 5 સામે 90.15 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધવવામાં આવી છે અને આ છેતરપિંડીનો આંકડો વધી શકે તેવી શક્યતાઓ રહેલી છે. દરમિયાન પોલીસે આરોપી ભદ્રશે રતીલાલ પટેલની ધરપકડ કરી છે.
કોરાનાનું બહાનું આગળ ધરી વળતર બંધ કરી દીધું
શહેરના વેસુ ચાર રસ્તા પાસે આવેલી વેસ્ટન બિઝનેસ પાર્ક બિલ્ડિંગમાં સ્કાય એનર્જી માઇનિંગ ટેક પ્રા.લિ. કંપની દ્વારા રોકાણકારોને દર મહિને રોકાણ ઉપર 10% વળતરની લાલચ આપવામાં આવી હતી. જેથી રીંગ રોડના એકાઉન્ટન્ટ જીગ્નેશ દલાલે 11 લાખ રૂપિયા રોક્યા હતા ત્યારબાદ કંપનીએ કોરાનાનું બહાનું આગળ ધરી વળતર પણ બંધ કરી દીધું હતું. તપાસ દરમિયાન આ કંપની બોગસ હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવા પહોંચ્યો હતો. આ યુવક ઉપરાંત બીજા પણ ભોગ બન્યાની કરિયાદ કરવા પહોંચ્યા હતા. પોલીસે હાલ 90.15 લાખની છેતરપિંડીનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. પોલીસે એક આરોપી ભદ્રેશ રતીલાલ પટેલની ધરપકડ કરી છે.
2018માં કંપની ચાલુ કરી હતી
રાજેન્દ્રનાથ, સાગર, શેખ વસીમ અક્રમ, મુસ્તુફા અને ભદ્રેશ પટેલે 2018માં સ્કાયનેટ એનર્જી માઈનીંગ ટેક પ્રા.લી. નામની કંપની ચાલુ કરી હતી. પોતાની કંપનીએ ધોલેરામાં સોલાર પ્લાન્ટ ચાલુ કર્યો છે જેથી કોઈ રૂપિયા રોકાણ કરશે તો દર મહિને 10 ટકા મળતર ચૂકવવાની લાલચ આપી હતી. આ સ્કીલના કારણે 90.15 લાખ રૂપિયાનું લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. ત્યાર બાદ કંપની બોગસ હોવાનું સામે આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.