તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બિઝનેસ:યાર્નમાં રૂ.50 વધારો, તૈયાર કાપડના ભાવ નહીંવત વધ્યા

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગ્રે કાપડના દર વધતાં ખરીદીને અસર
 • સારા વેપાર માટે માર્ચ સુધી રાહ જોવાની નોબત

એન્ટી ડમ્પિંગ ડ્યુટીની આડમાં સ્પીનર્સ અને વીવર્સ વર્ગ દ્વારા યાર્ન અને ગ્રે કાપડના દરમાં વધારો કરી દેવાયો છે. જેની સીધી અસર ટેક્સટાઈલ ટ્રેડર્સને પડી રહી છે. કોરોનાના કારણે બહારગામથી વેપારીઓ ખરીદી માટે આવી શકતાં નથી. લગ્નસરાંને પણ મોટી અસર થઈ છે. ત્યારે હવે સારા વેપાર માટે માર્ચ સુધી રાહ જોવી પડશે.એન્ટી ડમ્પીંગ ડ્યુટીની આડમાં 50/24, 50/48 અને 70/72 યાર્નના દરમાં 3થી 4 માસમાં કિલોદીઠ રૂ.50 સુધીનો વધારો થયો છે.

જેમાંથી 60 ગ્રામ અને વેઈટલેસ જેવી કાપડની ક્વોલિટી તૈયાર થતી હોઈ છે. વીવર્સનું કહેણું છે કે, યાર્નના દર વધતાં ગ્રે કાપડના ઓર્ડર આવી રહ્યા નથી. વીવર્સ મયુર ગોળવાળા જણાવે છે કે, મીટર દીઠ ગ્રે કાપડ જે રૂ.17ના દરે વેચાણ થતું હતું. તે 15 થી 16 રૂ.ની આસપાસ સ્થિર થયું છે. જેની પાછળનું મુખ્ય કારણ યાર્નના વધેલા દર સામે કાપડની ખરીદી ઘટી ગઈ છે. જ્યારે સ્પીનર્સ જણાવે છે કે, વીવર્સે 2 માસમાં કિલોદીઠ ગ્રે કાપડ પર રૂ.5થી 7નો વધારો કરી દીધો છે. વીવર્સ કિંમત વધારાના દોષનો ટોપલો સ્પીનર્સના માથે નાંખતાં હોવાનું સ્પીનર્સ અગ્રણીઓનું કહેણું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો