કાર્યવાહી:4 કરોડ રૂપિયાની ઉઘરાણી: ITએ તપાસ શરૂ કરી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાર કરોડ રૂપિયાની ઉઘરાણીનું જોર વધતા આપઘાતનો પ્રયાસ કરનારા જમીન દલાલના કેસમાં સિટીલાઇટના ત્રણ વેપારીઓ સામે ગુનો નોંધાયા બાદ સમગ્ર પ્રકરણમાં હવે આવકવેરા વિભાગને પણ રસ પડયો છે. આવક વેરા વિભાગનાં અધિકારીઓએ સમગ્ર કેસની તપાસ શરૂ કરી હોવાની માહિતી મળી રહી છે. ચાર કરોડની રોકડની હેરફેર થઈ હોવાની શંકાથી અધિકારીઓને આ કેસમાં તપાસ કરવા ઇચ્છી રહ્યા છે.

પિપલોદ ખાતે રહેતા અને જમીન દલાલીનું કામ કરતાં આશિષ આનંદ સરાવગીએ કાપડના વેપારી નરેન્દ્ર અગ્રવાલ, રમણ પચેરીવાલ અને વિનય પચેરીવાલ પાસેથી ચાર કરોડ રૂપિયા ઉછીના લીધા હતા. ‌આવકવેરા વિભાગનાં અધિકારીઓ રોકડ રૂપિયાનીઆવકનો સ્ત્રોત શું રહ્યો હતો અને આ રૂપિયા હિસાબી ચોપડે બતાવાયા હતા કે કેમ જેવા પ્રશ્ને ઊંડાણથી તપાસ કરવા માંગી રહ્યા છે. આવક વેરા વિભાગ શહેર પોલીસ પાસેથી પણ આ મુદ્દે વધુ વિગતો મેળવીને તપાસ આગળ વધાવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...