ચોરી:રિંગરોડ પર ફોનની દુકાનમાંથી રૂ.3.47 લાખ ચોરી તસ્કર ફરાર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 17 ફોન ચોરી થયા, ઘટના કેમેરામાં કેદ

રિંગરોડ મીલેનીયમ માર્કેટની સામે કોહીનૂર એપાર્ટમેન્ટમાં મોબાઇલની દુકાનમાં ત્રાટકેલા તસ્કરોએ અઢી લાખના 17 મોબાઇલ અને એક લાખની રોકડ મળી 3.47 લાખની ચોરી કરી ફરાર થયા છે. મોબાઇલની દુકાન ચલાવતા ઉધનાના ફારૂક મલનસે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. 4 તારીખે મધરાત્રે દુકાનનું શટલ વચ્ચેથી ખેંચી ઊચું કરી બે ચોરોએ ચોરી કરી હતી. સીસીટીવી ફૂટેજમાં ચોરીની ઘટના કેદ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...