SGST વિભાગની કાર્યવાહી:સુરતમાં 272 કરોડના બોગસ બિલિંગમાં આવેશ લોખંડવાલાની ધરપકડ, 2 દિવસના રિમાન્ડ

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આરોપીએ 151 કરોડના બિલ સુરતના અનેક ટેક્સટાઇલ યુનિટને આપ્યાનું સામે આવ્યું
  • EPCG સ્કીમ સાથે સંકળાયેલા નિકાસકારો સુધી તપાસનો રેલો જશે

એસજીએસટી દ્વારા આખરે અડાજણ પાટિયાના રહેવાસી અને બોગસ બિલિંગમાં સંડોવાયેલાં આવેશ લોખંડવાલાની ધરપકડ કરી છે. આરોપીને ગુરુવારે કોર્ટમાં રજૂ કરી અધિકારીઓએ 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. એસજીએસટીની તપાસમાં ખુલ્યુ હતું કે છે આવેશ લોખંડવાલાએ 151 કરોડ રૂપિયાના બિલ સુરતની અ્નેક ટેક્સટાઇલ યુનિટ્સને આપ્યા છે. જેમાં ઇપીસીજી હેઠળ કામ કરતા નિકાસકારો પણ છે. નોંધનીય છે કે અમદાવાદમાં ઝડપાયેલાં કૌભાંડ બાદ આવેશ લોખંડવાલાનું નામ ખુલ્યુ હતુ.

આરઓસી રજિસ્ટ્રેશન થકી ડમી કંપનીઓ
આરોપીઓની સિન્ડિકેટે મોડસ ઓપરેન્ડીથી કામ કરી GST નંબર માટે ગરીબ લોકોનો ઉપયોગ કર્યો હતો. બાદમાં ROCથી ડમી કંપનીના નામે રજિસ્ટ્રેશન કરાયું હતુ. તપાસમાં બહાર આવ્યુ હતુ કે સિન્ડિટેક દ્વારા જે કંપનીઓ ઊભી કરાઇ હતી તેના દ્વારા તદ્દન ઓછી કિંમતની વસ્તુઓની નિકાસમાં વેલ્યુ વધુ બતાવી રિફંડ મેળવવામાં આવતુ હતંુ. જેમાં સિન્ડેિકેટ અને ટેક્સટાઇલ યુનિટ વચ્ચે આવેશ લોખંડાલાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

આવેશનું નામ મોબાઇલથી મળ્યું
અમદાવાદના દરોડામાં જનક પંચાલ નામના શખ્સનો મોબાઇલ કબજે લેવાયો હતો જેમાંથી મેળવાયેલાં ડીજીટલ ડેટામાંથી આવેશનું નામ મળી આવ્યુ હતુ.

અનેક ટેક્સટાઇલ યુનિટ્સ-મિલ સામેલ
આવેશે અનેક ટેક્સટાઇલ યુનિટના બિલ અમદાવાદની સિન્ડિકેટને આપ્યા હતા. જેની સામે ટેક્સટાઇલ યુનિટોએ ખરીદીના બિલ આ સિન્ડિકેટ સામે મેળવ્યા હતા.

યુનિટોએ 151 કરોડનાં બિલ આપ્યા
​​​​​​​ટેક્સટાઇલ યુનિટો દ્વારા આ સિન્ડિકેટ પાસેથી 151 કરોડના બિલ અપાયા હતા .ઉપરાંત સિન્ડિકેટ પાસેથી ટેક્સટાઇલ યુનિટે 121 કરોડના બિલ લેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...