તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Robbery Of Rs 20 Lakh Embroidery Machine From A Factory In Surat, Which Was Taught By Two Relatives, Robbed The Manufacturer

દગાખોરી:સુરતમાં કારખાનામાંથી કારીગરને બંધક બનાવી 20 લાખના એમ્બ્રોડરીના મશીનની લૂંટ, જે બે સગાભાઈઓને ધંધો શીખવ્યો તેણે જ કારખાનેદારને લૂંટી લીધો

સુરત20 દિવસ પહેલા
બે કારીગરને બંધક બનાવી ફોન પણ લઈ લીધા હોવાનું સીસીટીવીમાં કેદ થયું.
  • વતનવાસી મિત્રોને ધંધો શીખવ્યા બાદ ભાગીદારી અને રૂપિયા 30 લાખની માગ કરી

સુરતમાં પાંડેસરા વિસ્તારની તુલસીધામ સોસાયટીના એક કારખાનામાં બે કારીગરોને બંધક બનાવી હુમલાખોરો રૂપિયા 20 લાખના એમ્બ્રોડરીના મશીન સહિત 20.92 લાખની મતાની લૂંટ કરી ભાગી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.

વતનવાસી મિત્રોને ધંધો શીખવ્યા બાદ હિસ્સેદારી અને રૂપિયા 30 લાખ નહીં આપતા જીતલાલ પાલ અને મનોજ પાલે સોપારી આપી લૂંટ કરાવી હોવાનો કારખાનેદાર અરૂણેશ ત્રિવેણી પાઠકે આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં પણ બંધક અને લૂંટ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ભોલા જૈસવાલનું નામ પોલીસે ફરિયાદમાં ન લખ્યું હોવાનો પણ આક્ષેપ કર્યો છે.

કારખાનેદારે પોલીસ પર પણ આક્ષેપ કર્યા.
કારખાનેદારે પોલીસ પર પણ આક્ષેપ કર્યા.

ભાગીદારી ન આપો તો 30 લાખ રોકડા આપી દેવા ધમકી આપી
અરૂણેશ પાઠક (કારખાનેદાર) એ જણાવ્યું હતું કે તેઓ એમ્બ્રોડરીના કારખાનેદાર છે. થોડા સમય પહેલાં યુપી પ્રતાપગઢ ના વતનવાસી જીત અને મનોજ પાલે વેપારની આવડત શીખવવા મદદ માગી હતી. પોતાના કારખાનામાં બન્ને ભાઈઓ ને વેપારને લગતા તમામ દાવ-પેચ શીખવી દીધા બાદ બન્ને ભાઈઓ મારા ધંધામાં ભાગીદારી માગી વિવાદ કર્યો હતો એટલું જ નહીં પણ ભાગીદારી ન આપો તો 30 લાખ રોકડ આપી દો એમ કહ્યું હતું.

10 જેટલા ઈસમો કારખાનામાં ઘૂસી ગયા હતા.
10 જેટલા ઈસમો કારખાનામાં ઘૂસી ગયા હતા.

મુખ્ય સૂત્રધારનું નામ પોલીસે ફરિયાદમાં ન લખ્યું હોવાનો આક્ષેપ
વધુમાં જણાવ્યું હતું કે મેં ભાગીદારી અને રોકડ નહિ આપતા બન્ને પાલ ભાઈઓએ ભોલા જૈસવાલને મારી સોપારી આપી દીધી હતી. 13 માર્ચ 2021ના રોજ ભોલા જૈસવાલે મને બોલાવી રોકડ આપી દેવા ધમકી આપી હતી. મેં તાબે નહિ થતા ભોલા જૈસવાલે જ કારખાનામાં માણસો મોકલી બંધક બનાવ્યા બાદ લૂંટ ચલાવી છે. જે વાતની જાણ મને આજે સવારે થયા બાદ મેં તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જોકે પોલીસે બે જ વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે સોપારી આપનાર અને સોપારી લેનારનું નામ પૂછપરછમાં કહ્યા બાદ પણ ફરિયાદમાં દાખલ કર્યું નથી એનો જવાબ તો પોલીસ જ આપી શકે.

ઈસમો બે મશીન સહિત 20.92 લાખની મતાની લૂંટ કરી ભાગી ગયા.
ઈસમો બે મશીન સહિત 20.92 લાખની મતાની લૂંટ કરી ભાગી ગયા.