ચોરી:રિક્ષામાં બેઠેલા ગઠિયા નાસિકના વેપારીના રોકડા 1.97 લાખ રૂપિયા સેરવીને રફૂચક્કર

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેતીનો સામાન-કાપડ ખરીદવા આવેલા વેપારીએ રોકડા ગુમાવ્યા

નાશિકથી સુરત ખેતીવાડીનો સામાન અને કાપડ ખરીદવા માટે આવેલ આધેડ વેપારીની નજર ચૂકવી બદમાશોએ તેમની પાસેથી રોકડા 1.97 લાખ રૂપિયા ચોરી કરી લીધા હતા. કતારગામ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર નાશિકમાં પીંપરી ગામમાં ગણપતિ મંદિર પાસે રહેતા સંદીપ સુવાલાલ બોથરા ( 51 વર્ષ) નાશિકમાં ખેતીવાડીનો સામાન વેચે છે.

શનિવારે તેઓ બસમાં નાશિકથી સુરત ખરીદી માટે આવ્યા હતા. તેઓ સહારા દરવાજા પાસે ઉતાર્યા હતા. ત્યાંથી રીક્ષામાં સુરત રેલવે સ્ટેશન પાસે આવેલ જૈન ધર્મશાળામાં જવા નીકળ્યા હતા. રીક્ષામાં પહેલાથી બે જણા હતા. રીક્ષા ડ્રાયવરે રેલવે સ્ટેશને રીક્ષા નહીં લઈ જઈ સૂધો કતારગામ માનવ ધર્મ તરફ લઈ ગયો હતો. ત્યારે સંદીપ બોથરાને શંકા ગઈ હતી. તેમજ રીક્ષામાં બેઠેલા શખ્સોએ તેમને આગળ-પાછળ થવાનું કહેતા હતા. તેથી વેપારી રીક્ષાનો નંબર નોંધી લીધો હતો.

વેપારીએ રીક્ષા રેલવે સ્ટેશન તરફ લેવાનું કહેતા રીક્ષા ડ્રાયવરે જણાવ્યું હતું કે બીજા પેસેન્જરોનું સ્પેશિયલ ભાડુ છે પહેલા તેમને છોડવા જશે. પછી માનવ ધર્મ પાસે રીક્ષામાં બેસેલા બદમાશોએ વેપારીની બેગ રીક્ષામાંથી બહાર ફેંકી દીધી હતી. ત્યાર બાદ ઇસકો ભી નીચે ઉતારો કહીને વેપારીને નીચે ઉતારી દીધો હતો. ત્યાર બાદ બદમાશો ફુલ સ્પીડમાં રીક્ષા ભગાવી નાસી ગયા હતા. વેપારીએ પીછો પણ કર્યો હતો પરંતુ બદમાશો નાસી ગયા હતા. વેપારી સંદીપે રીક્ષા નંબરના આધારે કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...