પાર્લે પોઇન્ટના યુવકને મોબાઇલમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ રાખવાનું 1.63 લાખમાં પડયું હતું. ઘટના એવી છે કે, ચોરે યુવકનો ફોન ચોર્યો હતો. આ મોબાઈલના કવરમાં 5 ક્રેડિટ- ડેબિટ કાર્ડ હતો. ચોરે આ ક્રેડિટ અને ડેબિટ કાર્ડમાંથી કુલ 1.63 લાખ ઉપાડી લીધા હતા. પાર્લે પોઇન્ટ સરીતા દર્શેન સોસાયટીમાં રહેતા અને ડુમસ રોડ પર લકઝરીયા હબમાં કનટેન રાયટર તરીકે નોકરી કરતા 28 વર્ષીય શ્રીકાંત ગંગાધર જાધવ 12મી એપ્રિલે સાંજના સુમારે નોકરી પરથી બસમાં ઘરે આવતો હતો. તે વેળા ખિસ્સામાંથી મોબાઇલની ચોરી થઈ હતી.
પાર્લે પોઇન્ટ પાસે બસમાંથી ઉતર્યા બાદ યુવકને મોબાઇલની ચોરી અંગે ખબર પડી હતી. મોબાઇલના કવરમાં 5 ક્રેડિટ-ડેબિટ કાર્ડ હતા. જેમાંથી 3 ક્રેડિટ કાર્ડથી ચોરે 1.41 લાખની રકમ ટ્રાન્સફર કરી જયારે 2 ડેબિટ કાર્ડથી 22 હજાર રકમ એટીએમમાંથી ઉપાડી લીધી હતી. યુવક જયારે બીજા દિવસે બેંકમાં ગયો ત્યારે લાખોની રકમ ટ્રાન્સફર થઈ હોવાની હકીકતો ખબર પડી હતી. આ અંગે શ્રીકાંત જાધવે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.