ફરિયાદ:અઠવાલાઈન્સમાં મકાનના રૂ. 1.60 કરોડ ચૂકવ્યા છતાં કબજો ન આપ્યો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજૂરાગેટ પાસેની સોસાયટીમાં 4.55 કરોડના મકાનની ખરીદી પેટે 1.60 કરોડ ચૂકવ્યા બાદ સામાવાળાએ મકાન બીજાને વેચી દેતાં ગુનો

શહેરની ઘણી શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા દિનકરરાય નાયક સાથે 1.60 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. તેઓએ મકાન ખરીદીને સામાવાળાને રૂપિયા ચૂકવ્યા હતા. તેની સામે સામાવાળાએ મકાનનો કબજો ન આપીને તે મકાન બીજાને વેચી પણ વેચી નાખ્યું હતું.

હાલમાં અઠવા લાઈન્સ ખાતે પોલીસ હેડ ક્વાટર્સ પાછળ મેઘદુત સોસાયટીમાં દિનકરરાય છોટુભાઈ નાયક ખેતીકામ કરે છે. તેઓ શહેરની ઘણી સંસ્થાઓ સંકળાયેલા છે. આરોપી નિલેશ મનસુખ પટેલ મજુરાગેટ પાસે જુની આરટીઓ કચેરી સામે આવેલ નવચેતન સોસાયટીમાં રહે છે. નિલેશને તેનું મકાન વેચવ્યું હતું. તેથી દિનકરરાય નાયકે નિલેશ સાથે તે મકાનનો સોદો નવેમ્બર, 2020માં કર્યો હતો. દિનકરરાય નાયક તેમના સંબંધી કિરીટ ધીરુભાઈ નાયક સાથે સંયુક્ત રીતે નિલેશનું મકાન ખરીદવાના હતા. મકાનનો સોદો 4.55 કરોડ રૂપિયામાં નક્કી કર્યો હતો.

તે પૈકી 1.60 કરોડ રૂપિયા નીલેશને ચૂંકવી દેવાયા હતા.નીલેશે નોટરી સમક્ષ તેનું સાટાખત લખી આપ્યું હતું. 1 જૂન સુધીમાં બાકીની રકમ ચુકવી વેચાણ દસ્તાવેજ કરી આપવાનું નક્કી થયું હતું. ત્યાર બાદ નિલેશે તેનો દસ્તાવેજ કરી આવ્યો નહતો. તેથી નિલેશને લીગલ નોટિસ મોકલતા નિલેશે સામે જવાબ આપ્યો હતો કે, સાટાખતમાં તેને સહી કરી નથી તે સાટાખત બોગસ અને ખોટો છે. તેથી દિનકરરાય નાયક અને કિરિટભાઈ નિલેશના ઘરે વાત કરવા જતા ત્યાં નિલેશ અને બે અજાણ્યા બેસેલા હતા.

નિલેશ સાથે વાત કરતા નિલેશ અને તેની સાથેના અજાણ્યાઓ દિનકરરાય નાયક અને કિરીટ નાયક પર ઉશ્કેરાઈને ગાળો આપીને બીજી વખત મકાનના દસ્તાવેજની વાત કરી તો ગંભીર પરિણામ ભોગવવું પડશે એવી ધમકી આપી હતી. ત્યાર બાદ દિનકરરાય નાયકને બજારમાંથી જાણવા મળ્યું કે નિલેશે તે મકાન શંભુભાઈ વેલજીભાઈ સવાણીને લખી આપ્યું હતું. દિનકરરાય નાયકે આરોપી નિલેશ અને બીજા બે અજાણ્યાઓ વિરુદ્ધ ઉમરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...