તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પૂણામાં યુવકને ઉઠાવી રૂ.16 લાખની ક્રિપ્ટો કરન્સીની લૂંટ, અડાજણના યુવકની 4 સામે ફરિયાદ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અડાજણના યુવકનું પુણાથી અપહરણ કરીને માર મારીને તેના પાસેથી 16 લાખ રૂપિયાની ક્રિપ્ટો કરન્સી વોલેટમાં ટ્રાન્સફર કરાવી છે. અડાજણમાં સ્વસ્તિક એવન્યુમાં રહેતા જયેશ પટોળીયા શેરબજારનું કામ કરે છે. 14મીએ જયેશ કારમાં જઈ રહ્યો હતો ત્યારે પુણા સીતાનગર પાસે ત્રણ અજાણ્યાઓએ ઝઘડો કર્યો હતો. જયેશે ગાડી ઉભી રાખતા ત્રણેયે કારમાં ધસી જઇ ચપ્પુની અણીએ તેનું અપહરણ કરીને ઘલુડી તરફ લઈ ગયા હતા. જયેશને ઢોર મારા મારી આરોપીઓએ ક્રિપ્ટો કરન્સી માંગી હતી. જયેશે ગભરાઈને પોતાના બંને ફોનમાંથી સામેના વોલેટમાં ટ્રાન્સફર કર્યા હતા.

તેમાં વીએસડીટી ટીથર ક્રિપ્ટો કરન્સી અને ઇસીએન કરન્સી છે. જેની કિંમત 16 લાખ રૂપિયા છે. સાથે રોકડા 4 હજાર રૂપિયા પણ લૂંટી લીધા હતા. ત્યાર બાદ સવજી કોરાટ બ્રિજ પાસે આરોપીઓ જયેશની કારમાંથી ઉતરી ગયા હતા. તે સમયે જયેશે પુણા પોલીસને અરજી આપી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા કરન્સી જે વોલેટમાં ટ્રાન્સફર કરી તે વિશે માહિતી મળી હતી. તેના આધારે પોલીસે આરોપી રાજુ આહિર, મધુ આહિર, ચિરાગ, દરબાર અને એક અજાણ્યા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...