તપાસ:RPFએ 550 ગુના ઉકેલી રૂપિયા 1.53 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો

સુરત15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 488 કેમેરા મારફતે 551 લોકોને આરપીએફે પકડી પાડ્યા

સુરત રેલવે સ્ટેશનના રેલવે પ્રોટેકશન ફોર્સ દ્વારા વર્ષ 2022ના 10 મહિના દરમિયાન પ. રેલવે વિભાગમાં ચોરીના 550 ગુના ઉકેલી નાંખીને 551 લોકોની ધરપકડ કરી હતી, આ તમામની પાસેથી પોલીસે રૂા.1.53 કરોડનો મુદ્દામાલ કબજે લીધો છે.

રેલવેના સૂત્રો પાસેથી મળતી આરપીએફ દ્વારા જાન્યુઆરીથી ઓક્ટોબર સુધી 550થી પણ વધારે આરોપીઓને ટ્રેસ કરીને તેઓની ધરપકડ કરી હતી. પ.રેલ્વેએ 3897 સીસીટીવી ગોઠવ્યા હતા. જેમાંથી 488 કેમેરા ઇનબિલ્ટ ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ (FRS)થી સજ્જ છે.

આ કેમેરાની તપાસ કરવામાં આવતા જાન્યુઆરીથી-ઓખ્ટોબર દરમિયાન કુલ્લે 551 લોકોને શોધી કાઢ્યા હતા. આરપીએફએ એક ઘટના વિશે માહિતી આપતા કહ્યું કે, અજમેર સુપરફાસ્ટ ટ્રેનમાં મુસાફરી કરનાર એક ઇસમને આરપીએફ અને જીઆરપીફની સંયુક્ત ટીમે પકડી પાડ્યો હતો. તપાસ કરતા આ વ્યક્તિને ઉતારી દઇને પુછપરછ કરતા તેને 2.04 લાખની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.

અવંતિકા ટ્રેનમાંથી 51 હજારની મતાની ચોરી
સલાબતપુરાના કાલીપુલ પાસે આંબાવાડીમાં રહેતા રેહાનાબેન સબ્બીર જોએલભાઇ પ્રાયમસવાલા ઉજ્જેન ગયા હતા. ત્યાંથી તેઓ વાપી એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે જવાના હતા. આ દરમિયાન તેઓનું પર્સ ચોરી થયું હતું. ઊંઘમાંથી ઊભા થયા બાદ તેઓને પર્સ જોવા મળ્યું ન હતું. આ અંગે તેઓએ સુરત રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. સુરત રેલવે પોલીસે રેહાનાબેનના રૂા. 51 હજારની મતા સાથેનું પર્સ ચોરી થયાની ફરિયાદ નોંધીને તપાસ શર કરી છે.

અન્ય સમાચારો પણ છે...