તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:ટ્રેનમાં પેટ્રોલિંગ કરી રહેલા આરપીએફ કોન્સ્ટેબલને ચપ્પુ મારી પીકપૉકેટર ફરાર

સુરત5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉધના પાસે અમદાવાદ-પુરી ટ્રેનની ઘટના

રેલવે પોલીસ અને આરપીએફના મુસાફરોની સુરક્ષાના દાવા વચ્ચે ચાલુ ટ્રેનમાં આરપીએફ જવાન પર જ પીક પોકેટરે હુમલો કરી દીધો હતો.આરપીએફ જવાન પર પેટ્રોલિંગ દરમિયાન પીક પોકેટરે ચપ્પુ વડે હુમલો કરતા રેલવે પોલીસ અને આરપીએફ દોડતી થઇ ગઈ છે અને ગુનેગારોને ઝડપી પાડવા પ્રયાસો શરુ કર્યા છે.અમદાવાદ-પુરી એક્સપ્રેસ ટ્રેનમાં શનિવારે રાત્રે ઉધના ભીમનગર પહેલાના રેલવે ગરનાળા પાસેથી રીક્ષા અને બાઇક પર આવેલા ચાર વ્યક્તિઓ પીકપોકેટીંગના ઇરાદેથી ચાલતી ટ્રેનમાં પ્રવેશી ગયા હતા જોકે એ જ સમયે આરપીએફ અને જીઆરપીનું સંયુક્ત પેટ્રો‌લિંગ ચાલી રહ્યું હતું.આરપીએફના કોન્સ્ટેબલ બિપીન જાટે એક પીક પોકેટરને પકડવાનો પ્રયાસ કરતા ઝપાઝપી થઇ હતી. જેમાં પીકપોકેટરે કોન્સ્ટેબલ બિપીન જાટને હાથ પર ચપ્પુ મારી દીધું હતું અને ચારેય પીક પોકેટર રિક્ષામાં ફરાર થઇ ગયા હતા. પોલીસને એક બાઇક મળી આવી હતી જેના આધારે તપાસ શરુ કરી છે.

લૂંટફાટ-ચોરી રોકવા ટ્રેનમાં પેટ્રોલિંગ હતી
ઉધના આરપીએફ પી.આઇ.એન.ડી.ભુટીયાએ જણાવ્યું હતું કે, નાઇટ પેટ્રો‌લિંગમાં એક સબ ઇન્સ્પેક્ટર સ‌હિત ચાર-ચાર જણાની ટીમ જીઆરપી સાથે પેટ્રો‌લિંગમાં હતી તે સમયે આ ઘટના બની હતી.ચાલુ ટ્રેને મુસાફરોના ‌સામાન, રોકડ તેમજ મોબાઇલની લુંટ કરવામાં આવી રહી હોવાની અનેક ફ‌રિયાદો ઉઠતા આરપીએફ અને જીઆરપીએ સંયુક્ત પેટ્રોલિંગ શરુ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો