પોલીસના ગૌરવ સમારોહ કાર્યક્રમ:‘ટ્રાફિક નિયમ તોડનારા રીઢા ગુનેગાર નથી, તેમની સાથે માનવતા દાખવો’

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલના સંજીવકુમાર ઓડિટોરિયમમાં પોલીસ ગૌરવ સમારોહ યોજાયો હતો. - Divya Bhaskar
પાલના સંજીવકુમાર ઓડિટોરિયમમાં પોલીસ ગૌરવ સમારોહ યોજાયો હતો.
  • પોલીસના ગૌરવ સમારોહ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રીની સલાહ
  • 63 દિવસમાં 67 કેસ કરી 1350 કરોડથી વધુનું ડ્રગ્સ પકડી પાડ્યું

શહેર પોલીસ દ્વારા રવિવારે અડાજણના સંજીવકુમાર ઓડિટોરિયમમાં ગૌરવ સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે છેલ્લા 63 દિવસમાં 67 કેસો કરી 1350 કરોડથી વધુનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. ટ્રાફિક નિયમન તોડનાર વ્યક્તિ કોઈ રીઢો ગુનેગાર નથી, તેની જોડે માનવતાપૂર્વક વ્યવહાર થવો જોઇએ.

ઉપરાંત પ્રદેશ પ્રમુખ પાટીલે જણાવ્યું કે, પોલીસ પાસેથી પોલીસને ઘણી અપેક્ષાઓ છે અને પોલીસ ચોરી જેવા ગુનાઓમાં જો ફરિયાદી પોલીસ સ્ટેશને આવે અને પોલીસ એક ગ્લાસ પાણી પણ આપે તો સામેની વ્યકિતની ભાવના પોલીસ પત્યેની બદલાય જાય. પોલીસ કમિશનરે જણાવ્યું કે, કોરોનાકાળ દરમિયાન લોકોને ફૂડ પેકેટ, દવા વિતરણ જેવી સંવેદનશીલ કામગીરી કરાઈ હતી જ્યારે ગુનેગારો સામે કઠોર કામગીરી કરી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...