ડાયમંડના દરમાં વઘારો:રફના દરમાં 2 % વધી જતા લોકલ માર્કેટમાં 10 % વધ્યા, પોલિશ્ડની માંગ વચ્ચે રફના ભાવો આસમાને

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કારણે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને હજુયે અસર જોવા મળી રહી છે. ડાયમંડ માઈનિંગ કંપનીઓ દ્વારા રફ ડાયમંડના દરમાં 2 ટકા સુધીનો વધારો કરાયો ત્યાં લોકલ માર્કેટમાં રફ ડાયમંડના વેપારીઓએ તેના દર 10 ટકા સુધી વધારી દેતાં નાના વેપારીઓની હેરાનગતિમાં વધારો થયો છે.ફ્લાઈટ્સ શિડ્યુલને અસર થવાના કારણે હીરા ઉદ્યોગકારો એન્ટવર્પ જઈને રફ ડાયમંડની બાઈંગ કરી શકતાં નથી. વાયા દુબઈ થઈને હીરા શહેરમાં આવી રહ્યા છે. દિવાળી, ક્રિસમસ અને ચાઈનીઝ ન્યુયરની સિઝનને જોતાં ડાયમંડ અને ડાયમંડ જ્વેલરીની વૈશ્વિક બજારમાં સારી ડિમાન્ડ નીકળી છે. જેના કારણે પોલિશ્ડ ડાયમંડના દરમાં ઉછાળો જોવા મળતાં ડાયમંડ માઈનિંગ કંપનીઓ દ્વારા દિવાળી પછી રફ ડાયમંડના દરમાં સીધો 2 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

હાલ ઉદ્યોગકારો હીરાની ખરીદી માટે નહીં જઈ શકવાના કારણે શોર્ટ સપ્લાયની સ્થિતિ સર્જાઈ છે. જેનો લાભ લઈને કેટલાંક રફ હીરાના વેપાર સાથે સંકળાયેલા લોકોએ 10 થી 12 ટકા સુધી પ્રિમિયમ વસૂલવાનું શરૂ કરી દીધું હોવાની ચર્ચા છે.આ અંગે હીરા વેપારી કિર્તી શાહ જણાવે છે કે, રફ ડાયમંડની શોર્ટ સપ્લાયની સ્થિતિ સર્જાઈ છે. જેની તક ઝડપીને વચેટિયાઓએ ડાયમંડના દર વધારી દીધા છે. માઈનિંગ કંપનીઓએ તો 2 ટકાનો જ વધારો કર્યો છે. જ્યારે વચેટિયાઓ દ્વારા 10થી 12 ટકાનો વધારો વસૂલ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...