તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:હોમગાર્ડની દીકરીની છેડતી કરતા રોમિયોની ધરપકડ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

શહેરમાં રહેતા એક હોમગાર્ડની 22 વર્ષની દીકરીની મોટા વરાછાના 20 વર્ષીય યુવકે છેડતી કરતા અમરોલી પોલીસે ગુનો નોંધી શનિવારે ટપોરીની ધરપકડ કરી હતી. કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી 22 વર્ષીય યુવતીને મોટા વરાછા ખાતે રહેતા 20 વર્ષીય જનક માલવીયા છેલ્લા ત્રણ મહિનાથી છેડતી કરતો હતો. યુવતી કોલેજ જવા કે ટ્યુશન જવા નીકળે ત્યારે તેનો પીછો કરી સીટી મારી અશ્લીલ હરકતો કરી કોમેન્ટ કરતો હતો. ઉપરાંત યુવતીનો મોબાઇલ નંબરની પણ માંગણી કરી હતી. યુવતીએ નંબર આપવાનો ઇન્કાર કરી દેતા નાના ભાઇ પાસે મોબાઇલ નંબરની માંગણી કરી હતી.

યુવતીના નાના ભાઇએ પણ નંબર આપવાનો ઇન્કાર કરી દેતા ઝઘડો કર્યો હતો. યુવકે છેડતી કરી ઉપરથી યુવતીના પિતાને અપશબ્દો બોલ્યો હતો. આથી યુવતીએ આ બાબતે ઘરે વાત કરી હતી. જેથી પરિવારે યુવકની સામે અમરોલી પોલીસમાં છેડતીનો ગુનો નોંધાવ્યો હતો. જેના આધારે પોલીસે જનક માલવીયા(રહે.મોટા વરાછા)ની ધરપકડ કરી છે. વધુમાં જનક માલવીયા કાકાના ઘરે રહે છે. જનક હીરાના કારખાનામાં મજૂરી કામ કરતો હતો અને હાલમાં બેકાર છે. જનક અમરેલી જિલ્લા લાઠીનો વતની છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો