તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અપરાધનો ગ્રાફ:સુરતમાં લૂંટ, ચોરી, ઠગાઈ, અપહરણના બનાવો ઘટયા તો હત્યાના વધ્યા, એક જ વર્ષમાં 115 લોકોની હત્યા

સુરત4 મહિનો પહેલાલેખક: રિતેશ પટેલ
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2020માં શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ 50 ટકા ઘટયું

લોકડાઉનને પગલે વર્ષ 2020માં ચોરી, લૂંટફાટ, ઠગાઈ, અપહરણના ગુનાઓ ઘટયા છે.શહેરમાં 1 વર્ષમાં 115 લોકોની હત્યા થઈ હતી. વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2020માં 50 ટકા ગુનાખોરી ઘટી છે. વર્ષ 2020માં હત્યા, લૂંટ, ચોરી, બળાત્કાર, ઠગાઈ અને અપહરણના કેસમાં મોટેભાગના ગુનાઓ પોલીસે ઉકેલી આરોપીને જેલમાં ધકેલી દીધા છે. જુગારીઓ, ફાઇનાન્સરો અને સાયબર ક્રાઇમના ગુનેગારોને પાસા હેઠળ જેલમાં મોકલી આપ્યા છે. વર્ષ 2019માં પીસીબીએ 417 ગુનેગારોને પાસા હેઠળ જયારે વર્ષ 2020માં 526 ગુનેગારોને જેલોમાં ધકેલી દીધા છે. ગુજસીટોક હેઠળ માથાભારે આસીફ ટામેટા અને લાલુ જાલીમ એન્ડ ટોળકી સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ છે.

વર્ષ 2020માં હત્યા અને અપહરણના સૌથી વધુ ચર્ચાસ્પદ કેસો
કેસ-1 : વેડરોડ પર 12મી ફેબુઆરી-20એ સુર્યા મરાઠી અને હાર્દિક બન્નેની હત્યા થઈ હતી. આ કેસમાં રાહુલ એપાર્ટમેન્ટ સહિતના આરોપી લાજપોર જેલમાં બંધ છે.
કેસ-2 : મગદલ્લા માં 6 સપ્ટેમ્બરે થાઇલેન્ડની 27 વર્ષીય વનિતાની સળગેલી લાશ મળી હતી. હત્યાનો ભેદ ઉકેલવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. રિક્ષાવાળા પાસેથી મૃતકના મોબાઇલ આધારે થાઇલેન્ડની એડાની પોલ ઉઘાડી પડતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.
કેસ-3 : ઉધનાના બુટલેગર કાલુની 6 જુને મોડીરાતે કારમાં ડિંડોલીમાં ઘરની બહાર 10 ઈસમોએ તિક્ષ્ણ હથિયાર સાથે હુમલો કરી હત્યા કરી નાખી હતી.
કેસ-4 : પાંડેસરાના ભેદવાડ-પ્રેમનગરમાં 7 ડિસેમ્બરે 10 વર્ષની બાળકીને પડોશી નરાધમ દિનેશ દશરથ બૈસાણે રેપ કરવાના ઈરાદે અપહરણ કરી બાળકીની હત્યા કરી નાખી હતી. પાંડેસરા પોલીસે 13 દિવસમાં 232 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.

અપહરણના 211 કેસ
ગુનાનો પ્રકાર20192020
હત્યા97115
હત્યાની કોશિશ11282
ઘાડ185
લૂંટ16344
ચોરી તમામ36291579
રાયોટીંગ8261
અપહરણ429211
બળાત્કાર199149
ઠગાઈ742355
ઈજા544389
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો