સોફ્ટવેર ડેવલોપર લૂંટાયો:સુરતમાં ઓફિસમાં ઘૂસી ચપ્પુની અણીએ 49.50 લાખની લૂંટ, રૂપિયા ભરેલી બેગ લઈ ફરાર થયેલા બે લૂંટારુને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપ્યા

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
લૂંટારુઓને લૂંટ કરેલા રૂપિયા સાથે ઝડપી પાડ્યા. - Divya Bhaskar
લૂંટારુઓને લૂંટ કરેલા રૂપિયા સાથે ઝડપી પાડ્યા.
  • લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા હતા

સુરતના કતારગામ વિસ્તારમાં રામનગર સોસાયટીમાં આવેલી સિરિયલ કોમ ઈન્ફોટેક સોફ્ટવેરની ઓફિસમાંથી શુક્રવારની મોડી સાંજે થયેલી 49.50 લાખના લૂંટ કેસમાં કતારગામ પોલીસે મોડી રાત્રે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચપ્પુની અણીએ રોકડા ભરેલી બેગ લઈને બે અજાણ્યા લૂંટારુ ભાગી ગયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. પોલીસે ગણતરીની કલાકોમાં બંને લૂંટારુને રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા.

લૂંટ કરી ગણતરીની સેકન્ડમાં ભાગી ગયા
કતારગામ પોલીસે જણાવ્યું હતું કે, આંબાતલાવડી પરમહંસ સોસાયટીમાં રહેતા અને રામનગર સોસાયટીમાં સિરિયલ કોમ ઈન્ફોટેક ઓફિસમાં સોફ્ટવેર ડેવલોપરની ઓફિસ ધરાવતા પાર્થ વિનોદભાઈ પાલડીયા શુક્રવારની સાંજે ભાઈ હર્ષદ સાથે ઓફિસમાં હતા. દરમિયાન તેજસભાઈ પટેલ નામના વ્યક્તિ સોફ્ટવેર ખરીદીના 49.50 લાખ ભરેલી બેગ આપીને જઈ રહ્યા હતા. ત્યારે 2 અજાણ્યા લુંટારુ ઓફિસમાં ધસી આવ્યા હતા અને હર્ષદભાઈને છરી બતાવી તેમના હાથમાંથી રોકડા 49.50 લાખ ભરેલી બેગની લૂંટ કરી ગણતરીની સેકન્ડમાં ભાગી ગયા હતા.

પોલીસ ગણતરીની કલાકોમાં લૂંટારુને ઝડપ્યા.
પોલીસ ગણતરીની કલાકોમાં લૂંટારુને ઝડપ્યા.

પોલીસે લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા
પાર્થ પાલડીયાએ પુણા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જે તે સમયે મામલાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. દરમિયાન મોડી રાત્રે 2 અજાણ્યા લૂંટારુઓ દ્વારા રોકડ ભરેલા આ બેગની લૂંટ કરવામાં આવી હોવાની ખરાઈ થઈ હતી. પુણા પોલીસે સોફ્ટવેર ડેવલોપર પાર્થ પાલડિયાની ફરિયાદના આધારે મોડી રાત્રે લૂંટનો ગુનો નોંધી લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા.

લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા.
લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા.