તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લૂંટારૂં ઝડપાયા:સુરતના કડોદરામાં જ્વેલર્સમાંથી લૂંટ ચલાવનાર ઝડપાયા, ટોળકીમાં બી.ટેકનો અભ્યાસ કરનાર યુવક પણ પકડાયો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ટીમ બનાવીને ગણતરીના સમયમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. - Divya Bhaskar
પોલીસે ટીમ બનાવીને ગણતરીના સમયમાં આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
  • લૂંટારૂં આરોપીઓ પાસેથી 4.96 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો

સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તા પાસે સરદાર કોમ્પ્લેક્ષમાં આવેલ એસ.જી.જવેલર્સના બે દિવસ પહેલા વહેલી સવારે કારીગરો ઉપર હુમલો કરી રૂપિયા 6.77 લાખના મતાની લૂંટ કરનાર ટોળકીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં જિલ્લા પોલીસને સફળતા મળી છે. પોલીસે લૂંટમાં સંડોવાયેલ ટોળકીને તાંતીથૈયા ગામના ખેતરમાંથી દબોચી પાડી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ અને દાગીના મળી કુલ રૂપિયા 4.96 લાખનો મુદ્દામાલ રીકવર કર્યો છે.ટોળકીની પ્રાથમિક પૂછપરછમાં માસ્ટર માઈન્ડ રીઢો ગુનેગાર હોવાનું બહાર આવ્યું છે અને કોરોનાને કારણે લોકડાઉન થતા તેના માથે દેવું થઈ જતા સાગરીતો સાથે મળી લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ ટોળકીમાં એક બી.ટેકનો અભ્યાસ કરનાર યુવક પણ ઝડપાયો છે.

આરોપીઓ CCTVમાં કેદ થઈ ગયા હોવાથી પોલીસે તપાસ આદરીને આરોપીને ઝડપી લીધા હતાં.
આરોપીઓ CCTVમાં કેદ થઈ ગયા હોવાથી પોલીસે તપાસ આદરીને આરોપીને ઝડપી લીધા હતાં.

સીસીટીવીના આધારે લૂંટારૂ ઝડપાયા
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કડોદરા સરદાર કોમ્પ્લેક્ષમાં આવેલ એસ.જી.જવેલર્સની દુકાનમાં ગત તારીખ 6ઠ્ઠીના રોજ વહેલી સવારે ચાર લૂંટારૂઓ ત્રાટક્યા હતા. લૂંટારૂઓએ દુકાનમાં વનરાજસિંહને બંધક બનાવી માથામાં ઇજા કરી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ રૂપીયા 6.77લાખની મતાની લૂંટ ચલાવી નાસી ગયાં હતાં. જવેલર્સની દુકાનમાં લૂંટની ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બનાવ અંગે ક઼ડોદરા જીઆઈડીસી પોલીસે ગૂનો દાખલ કર્યો હતો. બનાવની ગંભીરતાથી લઈ સીસીટીવી ફુટેજ તેમજ લૂંટમાં વપરાયેલા વાહનોને શોધી કાઢવા માટે ટીમોને સતત પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

ખેતરમાંથી લૂંટનો સામાન મળ્યો
પોલીસને મળેલી બાતમીના આધારે તાંતીથૈયા ગામની હદમાં રેલવે લાઈન પાસે આવેલા ખેતરમાંથી બે કિલોમીટર સુધી ચાલતા જઈ લૂંટમાં સંડોવાયેલા ઈન્દ્રજીત ઉર્ફે સોનું રામદેવ યાદવ (ઉ.વ.28.રહે, તાંતીથૈયા ઓોમ સાંઈરામ બિલ્ડિંગ), અંકુલ રજાલ પાસવાન (ઉ.વ.22.રહે, તાંતીથૈયા ઓમ સાંઈરામ બિલ્ડિંગ).ધમેન્દ્રકુમાર રામધની ચમાર (ઉ.વ.20.રહે, તાંતીથૈયા સાંઈરામ પારેખ ઍસ્ટેટ), અને પોનકુમાર ઉર્ફે પોનું ક્રિષ્ણામુર્તિ ગૌન્ડર (ઉ.વ.22.રહે, પલસાણા બગુમરા)ને ઝડપી પાડ્યા હતા. આરોપીની પૂછપરછમાં લૂંટનો મુદ્દામાલ ગુલાલ લાલુપ્રસાદ યાદવ (ઉ.વ.35,રહે,કતારગામ યોગીનગર)પાસે સંતાડયો હોવાની કબુલાત કરતા પોલીસે તેને પણ દબોચી લઈ રોકડ રકમ, મોબાઈલ અને દાગીના મળી કુલ રૂપિયા 4.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપીઓએ ખેતરમાં રાખેલો મુદ્દામાલ પણ કબ્જે લેવામાં આવ્યો હતો.
આરોપીઓએ ખેતરમાં રાખેલો મુદ્દામાલ પણ કબ્જે લેવામાં આવ્યો હતો.

એજ્યુકેટેડ આરોપી ગુનાના રવાડે ચડ્યો
આરોપીઓની પૂછપરછમાં લૂંટનો માસ્ટર માઈન્ડ સોનું યાદવ હોવાનુ બહાર આવ્યું છે. સોનું યાદવ અગાઉ જ્યુસની લારી ચલાવતો હતો પરંતુ કોરોના મહામારી દરમ્યાન લોકડાઉનના કારણે ધંધો બંધ થતા આર્થિક રીતે દેવું વધી જતા લૂંટનો પ્લાન બનાવ્યો હતો. જયારે અન્ય આરોપીઓો પણ આર્થિક રીતે પડી ભાંગેલા હતા. પોનુકુમાર તામીલનાડુનો રહેવાસી છે અને બી.ટેક (આઈ.ટી)નો અભ્યાસ કર્યો છે, પરંતુ નોકરી નહી મળતા ગુનાહિત પ્રવૃતિના રવાડે ચડ્યો હતો.