તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દવા જપ્ત:દારૂવાળા મેડિકલ સ્ટોર પર દરોડો, નશાયુક્ત 76 હજારની દવા જપ્ત

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વિના ખુલ્લેઆમ દવા વેચાઈ રહી હતી
  • માનદરવાજાના સ્ટોરના સંચાલક યશ દારૂવાલાની પૂછપરછ

શહેરમાં એમડી ડ્રગ્સ અને ગાંજો મળતો બંધ થયો, આથી કેટલાક યુવકો મેડિકલ સ્ટોરથી નશાયુક્ત દવા પી નશો કરતા હોવાની માહિતી સુરત પોલીસને મળી હતી. આવી નશાયુક્ત દવાઓ ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોરવાળા વેચાણ કરી રહ્યા હતા.

જેથી સ્પેશિયલ ઓપરેશન ગૃપના પીઆઈ આર.એસ.સુવેરા અને પીએસઆઈ વી.સી.જાડેજાના સ્ટાફે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે ઈન્સ્પેકટરોને સાથે રાખી ગુરુવારે માનદરવાજા ટેનામેન્ટ ખાતે દારૂવાલા મેડિકલ સ્ટોર પર રેઇડ કરી હતી. રેડ પહેલા પોલીસે ડમી ગ્રાહકને નશાયુક્ત દવા લેવા માટે મેડિકલ સ્ટોર પર મોકલ્યો હતો.

ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોરવાળાએ નશાયુક્ત દવા આપી દીધી હતી. પછી પોલીસે મેડિકલ સ્ટોરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે દરોડાની કાર્યવાહી કરી અલગ અલગ સીરપની 296 બોટલો રૂ. 51144 અને ટેબ્લેટ નંગ-4634 રૂ. 25006 મળી 76 હજારથી વધુની નશાયુક્ત દવાઓ મળી આવી હતી. આ દવાઓ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે કબજે કરી છે. વધુમાં પોલીસે દારૂવાલા મેડિકલ સ્ટોરના સંચાલક યશ અતુલ દારૂવાલા(રહે,કે.એન.પાર્ક સોસા,ભટાર)ની પૂછપરછ હાથ ધરી હતી.

લૂંટારૂ તૌસિફની તપાસમાં મેડિકલ સ્ટોરનો ભાંડો ફુટ્યો
​​​​​​​અઠવાડિયા પહેલા રામપુરામાં ઓઇલના ટ્રેડર્સના કર્મચારીને ચપ્પું બતાવી 19 લાખની લૂંટ કરનાર તૌસિફ ઉર્ફે 108 ગુલામ મોહંમદ બાબુ જાપાની અન્સારી(26)(રહે,માનદરવાજા)એ નશાયુક્ત દવા લઈ લૂંટ કરી હોવાનું સામે આવ્યું છે. લૂંટારૂએ પોલીસ સમક્ષ કબૂલ્યું કે, નાઇટ્રોશન નામની નશાયુક્ત દવા દારૂવાલા મેડિકલ સ્ટોર પરથી લીધી હતી. નાઇટ્રોશનની એમઆરપી કરતા 3 ગણી કિંમત આપી પ્રિસ્ક્રિપ્શન વગર દવા લીધી હતી.

જેને લઈને એસઓજીએ ડમી ગ્રાહકને નાઇટ્રોશન ટેબ્લેટ લેવા મોક્લ્યો પરંતુ તે મેડિકલ પર દવા ન હતી એટલે નશાયુક્ત ટ્રામાડોલ ટેબ્લેટ ડોકટરના પ્રિસ્ક્રિપ્શન વગર 54 રૂપિયામાં લીધી હતી. માન દરવાજામાં પીક પોકેટરો સહિતના ગુનેગારોની ટોળકી નશાયુક્ત દવા લઈ ગુનાખોરી કરે છે. કેમ કે ગુનો કર્યા પછી પકડાય ત્યારે પોલીસના મારની જોઇએ એવી અસર થતી નથી.

આગામી દિવસમાં ફુડ અને પોલીસ વિભાગ ટ્રેપ ગોઠવશે
​​​​​​​નશાયુક્ત દવાઓના જથ્થા બાબતે આગામી દિવસોમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરાશે. દરમિયાન ગેરકાયદે જણાય આવશે તો દારૂવાલા મેડિકલ સ્ટોરના લાયસન્સધારક અને સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. શહેરના તમામ મેડિકલ સ્ટોર અને દવાના હોસસેલર ડિસ્ટ્રીબ્યુટરો કાયદેસર રીતે દવાઓના જથ્થાનું વેચાણ નિયમોનુસાર કરે છે કે કેમ તે ચકાસણી કરવા માટે ટ્રેપ ગોઠવામાં આવશે. સુરત પોલીસ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે કાર્યવાહી કરશે.

કબજે કરેલી નશાયુક્ત દવાના નામોની વિગતો

{ટેબ્લેટ સીરપ અલ્પ્રાઝેપામ કોડીન ટ્રામાડોલ રેક્ષોન-ટી ટ્રામાપામ રેક્ષકોલ્ડ નિકોડોલ કોડીરેમ અલ્ટ્રાસેટ કોડીસ્ટાર ટ્રીકેરા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો