તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલા બાદ લૂંટ:સુરતના લિંબાયતમાં બે શખસોએ શ્રમજીવીને ચપ્પુ મારીને રોકડ રકમ અને મોબાઇલની લૂંટ ચલાવી, ઇજાગ્રસ્તને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

વડોદરા3 મહિનો પહેલા
બે શખસો શ્રમજીવીને પાસળીમાં ચપ્પુ મારીને રોકડ રકમ અને મોબાઇલની લૂંટીને ભાગી ગયા 
  • હુમલાખોર લૂંટારૂઓ હિન્દીભાષીઓ હોવાનું જાણવા મળ્યું છે

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મંગળપાર્કમાં બે શખસો શ્રમજીવીને પાસળીમાં ચપ્પુ મારીને રોકડ રકમ અને મોબાઇલની લૂંટીને ભાગી ગયા હતા. વહેલી સવારે 7 વાગ્યે બનેલી ઘટના બાદ ભટારના અંબાનગરમાં રહેતા મિત્રને ત્યાં પહોંચી ગયા હતા. જ્યાંથી ઇજાગ્રસ્ત શ્રમજીવીને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હુમલાખોર હિન્દીભાષીઓ હોવાનું જાણવા મળ્યું છે.

બે અજાણ્યા હિન્દીભાષી લોકોએ શ્રમજીવીને આતરીને લૂંટ ચલાવી
વેરાસ્વામી ધનરાજ સેટરીએ જણાવ્યું હતું કે, તેઓ સવારે કારખાને જતા હતા, તે સમયે મંગળ પાર્ક પાસે બે અજાણ્યા હિન્દીભાષી લોકોએ શ્રમજીવીને આતરી ચપ્પુની અણીએ રોકડ રકમ અને મોબાઈલ માગી રહ્યા હતા. પ્રતિકાર કરતા બે પૈકીએ એક શખસે પાસળીમાં ચપ્પુ ઘુસાડી બીજા શખશે ખિસ્સામાંથી ટોકડ રૂપિયા 1500 અને મોબાઈલ કાઢી ભાગી ગયા હતા.

હુમલાખોર લૂંટારૂઓ હિન્દીભાષીઓ હોવાનું જાણવા મળ્યું છે
હુમલાખોર લૂંટારૂઓ હિન્દીભાષીઓ હોવાનું જાણવા મળ્યું છે

ઘા પાસળી સુધી ઉંડો તેમ લાગે છે
વધુમા જણાવ્યું હતું કે, લોહી નીકળતી હાલતમાં જોઈ કોઈ મદદે ન આવતા તેઓ ભટાર અંબાનગરમાં રહેતા મિત્રને ત્યાં આવી ગયા હતા. જયાંથી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાયા હતા. ડોક્ટરોએ કહ્યું હતું કે, ઘા પાસળી સુધી અડી ગયો તેમ લાગી રહ્યું છે. સીટી સ્કેન કરાવ્યા બાદ દર્દીની ઇજાની ગંભીરતા સામે આવશે. કદાચ ઓપરેશનમાં લેવાની ફરજ પડે, હાલ તબિયત સાધારણ છે.

અન્ય સમાચારો પણ છે...