લૂંટનો પ્રયાસ:સુરતમાં રિક્ષા ચાલકના ગળે ચપ્પુ મૂકી લૂંટનો પ્રયાસ, TRBના પૂર્વ કર્મચારીએ હિંમતભેર સામનો કરતા ચપ્પુના ઘા માર્યા

સુરત13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • મુસાફરનો સ્વાંગ રચી પાંચ ઈસમો લૂંટ કરવા આવ્યા હતા

સુરતના ભેસ્તાનમાં એક રિક્ષા ચાલકને મુસાફર નો સ્વાગ રચીને બેસેલા કેટલાક અજાણ્યા ઈસમોએ ચપ્પુ મારી લૂંટનો પ્રયાસ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. મુસાફરનો સ્વાગ રચનાર 5 પૈકી એક એ રિક્ષા ચાલકને ગળે ચપ્પુ મૂકી ને કહ્યું જહા બોલે વહા ચલ. જેથી રિક્ષા ચાલક એલર્ટ થઈ ગયો હતો. ટીઆરબીનો પૂર્વ કર્મચારી હોવાથી સનેશે હિંમત દાખવી ચાલુ રિક્ષામાં ગળા પર મુકાયેલું ચપ્પુ પકડી ઝપાઝપી કરતા ચાર ભાગી ગયા હતા. પાંચમાએ સનેશને હાથમાં ચપ્પુના ઘા મારી નજીકની સોસાયટીમાં ભાગી ગયા બાદ અદૃશ્ય થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત સનેશને સારવાર માટે સિવિલ લવાતા આખો બનાવ સામે આવ્યો હતો.

ટીઆરબીની ટ્રેનિંગના કેટલાક દાવ પેચ યાદ આવી ગયા
સનેશ કનૈયાલાલ કુસવાહ (ઉ.વ. 37 રહે. પાંડેસરા) એ જણાવ્યું હતું કે, ટીઆરબીમાંથી સસ્પેન્ડ થયા બાદ રિક્ષા ચલાવી રોજગારી મેળવી રહ્યો છું. મંગળવારની રાત્રે ભેસ્તાન ત્રણ રસ્તાથી ઉધના નહેર જવા માટે 5 અજાણ્યા ઈસમો મારી રિક્ષામાં બેઠા હતા. થોડે દૂર જતા જ પાંચ પૈકી એકએ મારા ગળા પર ચપ્પુ મૂકી જહાં કહેતે હે વાહ ચલ નહીંતર માર ડાલેંગે કહ્યું હતું. હું ડરી ગયો હતો. થોડે દૂર જતા ટીઆરબીની ટ્રેનિંગના કેટલાક દાવ પેચ યાદ આવી ગયા હતા. બસ ચાલુ રિક્ષામાં જ ગળે ચપ્પુ મુકનારનો હાથ પકડી ઝપાઝપી કરતા તમામ ડરી ગયા હતા.

ચાલુ રિક્ષાએ ચાર જણા કૂદી ભાગી ગયા
વધુમાં જણાવ્યું હતું કે ચાલુ રિક્ષાએ ચાર જણા કૂદી ભાગી ગયા હતા. રિક્ષા ઉભી રાખી પાંચમા જોડે હાથાપાઈ થતા હાથમાં ચપ્પુના ઘા વાગી ગયા હતા. ત્યારબાદ એ પણ પકડમાંથી છૂટી જતા ભાગીને નજીકની સોસાયટીમાં દોડીને અદૃશ્ય થઈ ગયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં મને સારવાર માટે સિવિલ લવાયો હતો. હું ટીઆરબીનો પૂર્વ કર્મચારી છું સસ્પેન્ડ કરાતા રિક્ષા ચલાવી ગુજરાન ચલાવી રહ્યો છું.