ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:શહેરમાં 2 જ દિવસના વરસાદમાં રસ્તા ચિથરેહાલ પાલિકા, કોન્ટ્રાક્ટર અને મળતિયાઓ બેનકાબ

સુરત3 મહિનો પહેલા
 • કૉપી લિંક
સરથાણા પોલીસ સ્ટેશનથી વડોદરા હાઇવે તરફ જતો રસ્તો - Divya Bhaskar
સરથાણા પોલીસ સ્ટેશનથી વડોદરા હાઇવે તરફ જતો રસ્તો
 • કતારગામ ઓવર બ્રિજ પર ખાડા પડતાં સિમેન્ટના રસ્તા પર ડામરના થિંગડા મારી દેવાયા
 • ​​40થી વધુ રસ્તાઓની ટ્રેન્ચ બેસી જતા જોખમી બન્યા

શહેરમાં વરસેલા વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ પર ખાડા પડી ગયાં છે. રસ્તાઓની ટ્રેન્ચ બેસી ગઇ છે. રસ્તાઓ તૂટી ગયાં હોવાથી વાહન ચાલકો-રાહદારીઓએ પારાવાર પરેશાની સહન કરવાનો વારો આવ્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કરની ટીમે શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં જઇને તપાસ કરતાં મહત્ત્વના-આંતરિક 40થી વધુ રસ્તાઓની દુર્દશા થઇ હોવાનું જણાયું છે.

વિશેલ એપાર્ટમેન્ટ, ભટાર રોડ
વિશેલ એપાર્ટમેન્ટ, ભટાર રોડ

રસ્તાઓ પર ખાડા-ખાબોચિયાંને લીધે વાહન ચાલકો માટે તે જોખમી બન્યા છે. શહેરના યુએમ રોડ, હનીપાર્ક રોડ, રાંદેર-પાલનપુર રોડ, કતારગામ રોડ, વરાછા, પુણા રોડ, ઉધના, અઠવા સહિતના વિસ્તારોના રસ્તાઓ તેમજ સેન્ટ્રલ ઝોનના તો મહત્તમ રસ્તાઓની હાલત કફોડી થઈ ગઈ છે.

બેલ્જિયમ ટાવર, દિલ્હીગેટ પાસે
બેલ્જિયમ ટાવર, દિલ્હીગેટ પાસે

જ્યારે કતારગામ ઓવર બ્રિજ પર ખાડા પડતાં સિમેન્ટના રસ્તા પર ડામરના થિંગડા મારી દેવાયા છે! તો ઉધના-લિંબાયત આરઓબીના એપ્રોચ રોડ-જિલાણી બ્રિજ એપ્રોચ રોડ સહિતના બ્રિજ પર ખાડા અને એપ્રોચ રોડને નુકશાન પહોંચ્યું છે. વર્ષના પહેલા જ વરસાદમાં રેતી, કપચી, ડામર અલગ થઈ ગયાં છે ત્યારે પાલિકાની રસ્તા નિર્માણમાં ચાલતી પોલંપોલ ઉજાગર થઈ ગઈ છે.

શહેરના પાલ-ઉમરા બ્રિજ ના એપ્રોચ રોડ પર ભુવો પડ્યો !
શહેરના પાલ-ઉમરા બ્રિજ ના એપ્રોચ રોડ પર ભુવો પડ્યો !

જિલાણી બ્રિજ સહિત શહેરના ઘણા બ્રિજો પર ખાડાના લીધે વાહનચાલકોના જીવને જોખમ
મેયરની સૂચના છતાં રસ્તાઓ રિપેર કરવામાં આવ્યા નથી
મેયર હેમાલી બોઘાવાલા સહિતના સેન્ટ્રલ ઝોનના કોર્પોરેટરોએ ખોદકામોની ફરિયાદો ઉઠતાં જુદા જુદા વિસ્તારોનો રાઉન્ડ લઈ નિયમ પ્રમાણે વોટરિંગ કરીને પૂરાણ બાદ રસ્તા બનાવવા સૂચના આપી હતી. પરંતુ તેમ છતાં ચોમાસામાં આ તમામ રસ્તાઓની ટ્રેન્ચ બેસી ગઈ છે.

રસ્તાઓ તૂટવા છતાં હોટમિક્ષ પ્લાન્ટની કામગીરી શરૂ નથી!
ચોમાસામાં હોટમિક્ષ પ્લાન્ટ શરૂ કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો નથી. સેન્ટ્રલ ઝોન, કતારગામ, વરાછા, ઉધના, અઠવા, રાંદેર વિસ્તારમાં રસ્તાઓ તૂટવા છતાં ત્યાં તાકિદે રિપેરિંગ કામગીરી હાથ ધરાઇ નથી. પાલિકાએ અઠવામાં કોન્ટ્રાક્ટ ફાળવ્યો છે છતાં રિપેરિંગ કામ યોગ્ય રીતે કરાયું નથી.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં રસ્તા પર ખાડા જ ખાડા!

 • નાનપુરા વાહન ડેપો નજીક
 • સેન્ટ્રલ ઝોન મલ્ટિ લેવલ પાર્કિંગ પાસે
 • સ્ટેશન રોડ, બિજલી સોડા પાસે
 • બેલ્જિયમ ટાવર પાસે
 • લાલ દરવાજા હનુમાન ટેમ્પલ પાસે
 • પિપરડીવાલા સ્કૂલ, રાંદેર
 • રાંદેર, પારસ નગર સોસા.
 • રાંદેર, મંદિર મહોલ્લા જંકશન
 • પાલનપુર કેનાલ, ઓમકાર રેસી.
 • પાલનપુર, કતારિયા શોરૂમ સામે
 • રાંદેર, સરોજીની નાયડૂ શાકભાજી માર્કેટ પાસે
 • સાંઇ તિર્થ રેસી. નજીક, પાલનપુર ગામ રોડ
 • રાંદેર,જીલાણી બ્રિજ એપ્રોચ રોડ
 • શ્રી રામ સર્કલ, કતારગામ
 • કોસાડ, રિલાયન્સ નગર
 • કતારગામ ફ્લાય ઓવર બ્રિજ પર
 • ગજેરા સ્કૂલ જંકશન પાસે, કતારગામ
 • વિશ્વકર્મા જંકશન પાસે
 • જે.બી.કાર્પ સામે
 • ડીજીવીસીએલ લસકાણા બીઆરટીએસ
 • ખરવર નગર બ્રિજ જંકશન
 • ઉધના-લિંબાયત આરઓબી
 • અલથાણ ટેનામેન્ટ જંકશન પાસે
 • ભિમરાડ કેનાલ, બુસ્ટર હાઉસ પાસે
 • ભટાર રોડ, વૈશાલી એપાર્ટમેન્ટ પાસે
અન્ય સમાચારો પણ છે...