તંત્રની બેદરકારી:સુરતમાં ચોમાસા અગાઉ જ રસ્તાઓ બેસવા લાગ્યા, કતારગામમાં પેચ વર્ક યોગ્ય ન થતાં ટ્રક ફસાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્થાનિકોએ કામમાં વેઠ ઉતારી હોવાના આક્ષેપ કર્યાં હતાં. - Divya Bhaskar
સ્થાનિકોએ કામમાં વેઠ ઉતારી હોવાના આક્ષેપ કર્યાં હતાં.
  • પ્રી-મોન્સૂનની કામગીરી વચ્ચે જ રસ્તાના બદહાલ

હાલ ચોસામાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ઠેર ઠેર પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં ખોદકામ બાદ રોડમાં પેચ વર્કની કામગીરી યોગ્ય ના કરતા રોડમાં ટ્રક ફસાઈ ગયો હતો. જેથી તંત્રની કામગીરી સામે લોકો સવાલ પણ ઉભા થયા છે.

પેચ વર્કની કામગીરી પર સવાલો
સુરતમાં મનપા દ્વારા પ્રી મોન્સુનની કામગીરી શરુ કરવામાં આવી હતી. જેને લઈને કેટલાય રોડ રસ્તાઓ પર ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ પેચ વર્કની કામગીરી યોગ્ય ન થતી હોવાની ફરિયાદો ઉઠી છે. આવી જ એક ઘટના સામે આવી છે કતારગામ લક્ષ્મી નગર સોસાયટી પાસે ખોદકામ બાદ રોડના પેચ વર્કમાં વેઠ ઉતારવામાં આવી હતી. જેને લઈને અહીંથી પસાર થતો ટ્રક રસ્તામાં ફસાઈ ગયો હતો. જેથી અહી ટ્રાફિક જામની સ્થિતી સર્જાઈ હતી. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ના હતી.

રસ્તામાં ભુવો પડ્યો હોય તેમ ટાયર રસ્તામાં બેસી ગયું હતું.
રસ્તામાં ભુવો પડ્યો હોય તેમ ટાયર રસ્તામાં બેસી ગયું હતું.

વેઠ ઉતારાયાના આક્ષેપ
મનપા દ્વારા ખોદવામાં આવેલા રોડ પર પેચ વર્કના કામમાં વેઠ ઉતારવામાં આવતી હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે. રોડ બેસી જવાની તેમજ રોડમાં વાહનો ફસાઈ જવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. હજી તો ચોમાસુ શરૂ નથી થયું વરસાદ પડ્યો નથી. છતાં રોડ પર આવી સ્થિતિ જોવા મળતા ચોમાસામાં વરસાદમાં રોડની હાલત શું થશે એ એક મોટો સવાલ ઉઠી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...