મંજૂરી:બમરોલીની ખાડી પેક કરીને રોડ બનાવાશે પાલિકામાં 158 કરોડનાં 118 કામોને મંજૂરી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરિયાવ-ભીમરાડમાં ફાયર સ્ટેશન-ક્વાટર્સ બાંધવા પણ મંજૂરી
  • શાંતિકુંજ, પાર્ટી પ્લોટ, રસ્તા કારપેટ-રિકારપેટ સહિતના અંદાજ મંજૂર કરાયા

પાલિકાની જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં જાણ લેવાના, ટેન્ડર તથા અંદાજ, વધારા કામ મળી કુલ 158.16 કરોડના 118 કામો મંજૂર કરવામાં આવ્યા હતા. બેઠકમાં બમરોલી કાંકરા ખાડી પેક કરીને રસ્તો બનાવવાના રૂા.65 કરોડના અંદાજને મંજૂરી આપવામાં આવી હતી.

ઉપરાંત વરિયાવ અને ભીમરાડમાં ફાયર ક્વાટર્સ સહિતું ફાયર સ્ટેશન બનાવવાના અંદાજ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે કતારગામમાં શાંતિકુજ સાથે ઉત્રાણ કોસાડ વિસ્તારમાં શેલ્ટર હોમ અને જહાંગીરપુરામાં ટી.પી સ્કીમ નં 44 ફાઇનલ પ્લોટ નં 72 ખાતે રૂા.1.69 કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવવાના કામના અંદાજ મંજૂર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, બેઠકમાં જાણના 12.71 કરોડના, ટેન્ડરના 87 લાખના, સામાન્ય સભાના 62.97 કરોડ અને વધારાના 77.31 કરોડના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...