કામગીરી:રોડ ઓવર બ્રિજના કામને પગલે આજે 16 ટ્રેનને અસર

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પારડી-અતુલ વચ્ચે કામગીરી કરાઇ રહી છે
  • 2 ટ્રેન રદ, 1 શોર્ટ ટર્મિનેટ અને 13 ટ્રેન મોડી પડશે

પારડી અને અતુલ રેલવે સ્ટેશન વચ્ચે રોડ ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ગુરૂવારે 2 જૂન, 2022ના ટ્રાફિક અને પેવર બ્લોકને કારણે 16 ટ્રેનોને અસર થશે. એમાં 2 ટ્રેન રદ, 1 ટ્રેન શોર્ટ ટર્મિનેટ અને 13 ટ્રેન 2 કલાક 40 મિનિટ સુધી મોડી પડશે. પ. રેલવેના જનસંપર્ક અધિકારીઓએ કહ્યું હતું કે ઉમરગામ રોડ-વલસાડ અને વલસાડ- ઉમરગામ મેમુ એ બે ટ્રેન રદ કરાય છે. બોરીવલી-વલસાડ મેમુ પારડી સુધી જ ચાલશે અને પારડીથી વલસાડની રદ કરાય છે.

તે સાથે બાંદ્રા ટર્મિનસ જયપુર-સમર સ્પેશ્યિલ, મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર સૌરાષ્ટ્ર, બાંદ્રા ટર્મિનસ–શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સ્પેશિયલ, બાંદ્રા ટર્મિનસ– અમૃતસર પશ્ચિમ, બાંદ્રા ટર્મિનસ-ચંદીગઢ સુપરફાસ્ટ એક્સપ્રેસ, અમૃતસર - બાંદ્રા ટર્મિનસ પશ્ચિમ, અમદાવાદ-મુંબઈ મધ્ય ગુજરાત સુપરફાસ્ટ, હિસાર-કોઈમ્બતુર, શ્રી માતા વૈષ્ણો દેવી કટરા–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, પોરબંદર - મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર, હરિદ્વાર-વલસાડ સુપરફાસ્ટ, ગોરખપુર-બાંદ્રા ટર્મિનસ અને સિકંદરાબાદ - રાજકોટ સુપરફાસ્ટ એક્સપ્રેસ ે રેગ્યુલેટ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...