તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગયા આઠ વર્ષમાં સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં અંદાજે 15થી 20 ટકા સુધીનો વધારો થતા બિલ્ડરોની ચિંતા વધી છે. કારણ કે, પ્રોજેક્ટની કોસ્ટમાં વધારો થઈ રહ્યો છે. ખાસ અસર જે ઘરોના બુકિંગ થઈ ગયા છે અને તે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે તેના પર પડશે. 40 લાખમાં બુક થયેલા ઘરની કિંમત 45 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. એટલે બિલ્ડરોને 5 લાખ રૂપિયાનું થવાની શક્યતા છે. હાલ સુરતમાં 250 પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. જેમાં 35 હજાર ઘરો છે, જેમાં 10થી 15 ટકા સુધી નુકસાન થવાની શક્યતા છે.
લોકડાઉનમાં તમામ કામ ધંધા બંધ હતા. એવામાં બિલ્ડરોને મકાન વેચવાથી લઈને પ્રોજેક્ટ શરૂ કરવા સુધીની ચિંતા છે. ત્યારે સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં અચાનક વધારો થતાં બિલ્ડરોની ઉંઘ ઉડી છે. ભાવ વધવાના વિરોધમાં ક્રેડાઈ 12 ફેબ્રુઆરીથી કામ બંધ રાખીને વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. બિલ્ડરોનું કહેવું છે કે, ‘સપ્લાયના હિસાબ પ્રમાણે ભાવ વધે તો મુશ્કેલી નથી પરંતુ સિમેન્ટ અને લોંખડનું ઉત્પાદન કરતી કંપનીઓ મનસ્વી રીતે ભાવ વધારી રહી છે. સુરત ક્રેડાઈના અધ્યક્ષ રવજી પટેલ કહે છે કે, ‘જુન મહિનાથી અત્યાર સુધીમાં સીમેન્ટ અને સ્ટીલના ભાવમાં અંદાજે 15થી 20 ટકાનો વધારો થયો છે. તેના કારણે ઘરની કિંમતમાં વધારો થશે.
શહેરમાં રિયલ એસ્ટેટની હાલની સ્થિતી
બજેટ બાદ ભાવ ઘટવાની જગ્યાએ વધ્યા
લોકડાઉન પછી લેબર કોસ્ટ, સ્ટીલ, સિમેન્ટ, રેતી, ઈંટના ભાવમાં વધારો થયો છે. લોકડાઉનમાં ડ્યુટી ઘટાડવાની જાહેરાત પછી સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં ઘટોડા થાય તેવી આશા હતી પરંતુ ભાવ ઘટાડો થવાની જગ્યા વધારો થયો છે. બિલ્ડરોને શંકા છે કે, સિમેન્ટ અને લોખંડની કિંમતમાં કુત્રિમ રીતે વધારો કરી રહ્યા છે ક્રેડાઈ ઈન્ડિયા અને ક્રેડાઈ ગુજરાતના બિલ્ડરોએ ઉત્પાદક કંપનીઓની સામે તેમની સમસ્યાઓ પણ રજૂ કરી છે.
ગુજરાતની સાથે દેશના બિલ્ડરો જોડાશે
ક્રેડાઈ ગુજરાત દ્વારા 12મી ફેબ્રુઆરીના રોજ હડતાળ પાડવાની જાહેરાત કરી છે. બિલ્ડર સંગઠન અને ક્રેડાઈ ઈન્ડિયા પણ તેનું સમર્થન આપ્યું છે. બિલ્ડર તેમની સાઈટ પર બેનર લગાવીને વિરોધ કરશે.
પ્રતિ ટન વધેલા ભાવ
સામગ્રી | જૂનમાં | હવે |
સ્ટીલ | 42000 | 55000 |
સીમેન્ટ | 6200 | 7000 |
ઇંટ | 16000 | 21500 |
વ્હાઇટ રેતી | 650 | 850 |
કપચી | 600 | 750 |
નોટ: પ્રતિ 4000 ઇંટનો ભાવ |
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.