ઠંડીની અસર વધી:શહેરમાં ઠંડી વધી, સિઝનમાં પહેલી વાર પારો 20 ડિગ્રી નીચે ગગડ્યો!

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ઘટશે, રાત્રિનું વધશે

શહેરમાં વહેલી સવારે ઠંડીની અસર વધી છે. સિઝનમાં પહેલીવાર લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે ગયું છે. છેલ્લા 24 કલાકમાં રાત્રિના તાપમાનમાં 0.8 ડિગ્રીનો ઘટાડો થયો છે. જ્યારે દિવસનું તાપમાન 2 ડિગ્રી વધ્યું છે. જેને લઇ શહેરીજનોએ બપોરે આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસે ગરમી અને રાત્રે હળવી ઠંડીથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર-પૂર્વની પવનની પેટર્ન બદલાશે. જેને લઇ તબક્કાવાર દિવસના તાપમાનમાં ઘટાડો અને રાત્રિનું તાપમાનમાં વધારો થવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શહેરનું મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 49 ટકા અને સાંજે 51 ટકા નોંધાયું હતું. નોર્થ-વેસ્ટ દિશાથી 4 કિ.મીની ગતિએ પવન ફૂંકાઇ રહ્યા છે. નોંધનીય છે કે, ઉકાઇ ડેમની સપાટી 345 ફૂટે સ્થિર થઇ છે. ઇનફલો અને આઉટફલો 6229 ક્યુસેક છે.

વિયર કમ કોઝવેની સપાટી 6 મીટરે સ્થિર થઇ છે. છેલ્લા 24 કલાકમાં રાત્રિના તાપમાનમાં 0.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. શિયાળાની સિઝનમાં પ્રથમવાર લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે જતા લોકોને આહલાદક ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. જોકે આગામી દિવસોમાં દિવસના તાપમાનમાં ઘટાડો અને રાત્રિના તાપમાનમાં વધારાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...