20મી ફેબ્રુઆરીએ શ્રી કલ્યાણ મંદિર જૈન સંઘના ઉપક્રમે વેસુમાં આવેલા એક ફાર્મ ખાતે દીક્ષા દાન મહોત્સવનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત સુરીરામચંદ્ર અને સુરીશાંતિચંદ્ર સામ્રાજ્યના 18 આ. ભગવંતો, 1 ઉપાધ્યાય, 5 પન્યાસ, 9 ગણિતવર્ય આદિ અને છેલ્લા 400 વર્ષમાં પ્રથમવાર 1000 સાધુ-સાધ્વીની નિશ્રામાં વાવ તીર્થની નિવાસી કુમારી રીશ્વીબેન શ્રીકેશભાઈ શેઠની દીક્ષા થઈ હતી.
દીક્ષા બાદ તેમનું રીશ્વીબેન શેઠમાંથી સાધ્વી શ્રી તેજપ્રજ્ઞામાં નામકરણ થયું હતું. તેઓ માત્ર 20 વર્ષના છે. તેઓ ધોરણ-10માં સમગ્ર સુરત શહેરમાં બીજો ક્રમ અને બારમાં ધોરણમાં એમની શાળામાં પ્રથમ ક્રમે રહ્યા હતા. એમણે સાંસારિક પ્રલોભનો ત્યાગ કરી પૂરી સમજદારીથી ભૌતિક સફળતા, સંસારી જીવન, સ્વપ્નિલ અરમાનો, સ્વજન, સમાજ, આદિનો ત્યાગ કરી આત્મકલ્યાણનો આકરો પંથ સ્વીકારવાનું નક્કી કર્યું છે. આ. સોમસુંદર સુરીશ્વરજી મહારાજ, જીર્ણોદ્ધાર જ્યોતિધર આ. મુક્તીપ્રભ સૂરીશ્વરજી મહારાજ, આ. કીર્તિયશ સૂરીશ્વરજી મહારાજ, આ. શ્રેયાંસપ્રભ સૂરીશ્વરજી મહારાજ અને યોગતિલક સૂરીશ્વરજી મહારાજ આદિ ૩૦૦થી વધુ પુજ્યોના સાનિધ્યમાં આ દીક્ષા-પ્રદાન મહોત્સવ ઉજવાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.