તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. જેથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવશે. 26 ફેબ્રુઆરીના દિવસે અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો અને જાહેર સભા સંબોધશે. પ્રજાએ બતાવેલા વિશ્વાસનો આભાર માનવા માટે તેઓ સુરત આવશે.સરથાણા, કાપોદ્રા, કતારગામ, વરાછા વિસ્તારોમાં રોડ શૉ કરશે.સુરત કોર્પોરેશનમાં વિરોધ પક્ષ તરીકે પોતાની પાર્ટી બેસે ત્યારે લોકોએ આમ આદમી પાર્ટીમાં બતાવેલા વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરવા તેઓ આવશે. આપના જીતના જશ્નને તેઓ ઉજવશે.
કોંગ્રેસ કરતાં આપ મોટો પક્ષ બન્યો
પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ધારણા કરતાં પણ વધુ હતો લોકોએ મત આપ્યા છે. જેથી આપના ઉમેદવારો તરફ મૂકેલા વિશ્વાસનો આભાર માનવા અરવિંદ કેજરીવાલ તમામ વિસ્તારોમાં રોડ શો કરશે, અને જાહેર સભા સંબોધશે. અરવિંદ કેજરીવાલ આગામી દિવસોમાં ગુજરાતના વિકાસમાં આમ આદમી પાર્ટી કેવી રીતે આગળ વધવા માંગે છે, તે અંગે પણ તેઓ પોતાની વાત મૂકી શકે છે. કેજરીવાલની સીધી નજર ગુજરાતના વિધાનસભાની ચૂંટણી ઉપર દેખાઈ રહી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની માફક જ વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી ધમાકેદાર એન્ટ્રી મેળવે એ પ્રકારની તેઓ રણનીતિ ઘડાઈ રહી છે. ખૂબ ઓછા સમયમાં તેમણે સુરત જે પ્રકારે 27 બેઠકો પર વિજય મેળવ્યો અને વોટ શેરિંગમાં કોંગ્રેસ કરતા ખૂબ આગળ વધી છે.
આપ ભાજપને ટક્કર આપશે
પાટીદાર વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભા અને રોડ શો યોજીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાયાને વધુ મજબૂત કરવા માટેનો પ્રયાસ કરશે. સુરતની અરવિંદ કેજરીવાલની મુલાકાત રાજકીય રીતે આથી મહત્વની બની રહેશે. વિધાનસભાના ચૂંટણીના બીજ તેઓ આ વખતે સુરત મુલાકાતમાં વાવીને જશે એ વાત ચોક્કસ દેખાઈ રહી છે. રાજકીય રીતે અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુઃખાવા સમાન બની રહેશે. જો આ જ પ્રકારે ધીમી અને મક્કમ ગતિથી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસની નિષ્ક્રિયતાનો લાભ લેશે તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમીની સીધી ટક્કર જોવા મળી શકે છે અને આ ટક્કર ભાજપ માટે પણ ખૂબ જ પડકારજનક બની રહેશે.
કટલેરીની લારી ચલાવતી માતાનો પુત્ર વિજયી
સુરતમાં આમ આદમી પાર્ટીમાં દોઢ વર્ષથી જોડાયેલા ઘનશ્યામ મકવાણા (ઉ.વ. 29 રહે 23 શ્રેજી નગર સોસાયટી 1 એલ એચ રોડ વરાછા સુરત)ટેલિકોમ કંપનીમાં નોકરી કરે છે. તેમના માતા મહિલાઓ માટેની કટલેરીની લારી ચલાવે છે. મૂળ સુરેન્દ્ર નગરના વતની છે. સામાજિક કાર્ય કરે છે, કોરોના, લારી વાળાઓ પણ મદદ કરી, ભૂખ્યાને ભોજન આપ્યું હતું. કામગીરીને સમાજની સ્મસ્યાઓનું નિરાકાર લાવતા જોઈને ટિકિટ મળી હતી.વોર્ડ 4 માંથી ટિકિટ મળી હતી. લગભગ 7હજારની લીડથી જીત્યા હતાં.સંકલ્પ લીધો છે કે, લોકોના મૂળભૂત લડાઈને મદદરૂપ થઈશ અને સમસ્યાનોનું નિરાકરણ લાવીશ.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.