તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:રિસાઇને પિયર ગયેલી પત્નીને પાછી લાવવા યુવક ચોર બન્યો

સુરત17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહિધરપુરામાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનાર ઝબ્બે
 • પાર્થ રાવળની પત્ની જોઇન્ટ ફેમેલીમાં રહેવા માંગતી ન હતી

પાંડેસરા બાદ મહિધરપુરામાં એટીએમ તોડીને ચોરી કરવાના પ્રયાસ મામલે શિવકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા પાર્થ રાવળને ઝડપી પાડ્યો છે. રવિવારે દિલ્હી ગેટ ખાતે એચડીએફસીના એટીએમને તોડી ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. જેમાં પોલીસે સીસીટીવીના આધારે પાર્થ ભીખાની ધરપકડ કરી હતી. મૂળ કર્મકાંડનું કાર્ય કરનાર પાર્થે પૂછપરછમાં જણાવ્યું કે આર્થિક તંગીથી તેની પત્ની તેને છોડીને જતી રહી હતી. તેને પાછી લાવવા માટે તેણે આ પગલું ભર્યું હતું.

સ્કૂટીના નંબરથી આરોપી સુધી પોલીસ પહોંચી
પાર્થે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો ત્યારે મુંબઇ ખાતેના હેડક્વાર્ટરમાં એલાર્મ વાગ્યો.જેની માહિતી સુરત બેંકને અપાઇ. કર્મચારીઓએ પોલીસનો સંપર્ક કર્યો. પાર્થ એટીએમ તોડી રહ્યો હતો ત્યારે પોલીસને આવતી જોઇને પોતાની સ્કૂટી પણ ત્યાં જ મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે સ્કૂટીના નંબરના આધારે આરોપીનું ઘર શોધી કાઢ્યું હતું.

કર્મકાંડની સાથે કેટરિંગનું પણ કામ કરતો હતો
પાર્થ રાવળની પત્નીને જોઇન્ટ ફેમેલીમાં રહેવું ન હતું. તેને અલગથી રહેવા ઘર જોઇતું હતું જેથી તે રિસાઇને પિયર જતી રહી હતી.પાર્થનું એક ચાર વર્ષનું એક બાળક પણ છે.લોકડાઉન પહેલાં આરોપી પાર્થ કર્મકાંડનું કામ કરતો હતો. તે નહીં ચાલતા તેણે કેટેરિંગનું કામ શરૂ કર્યું હતું. જલ્દીથી રૂપિયા કમાવવાના ચક્કરમાં તેણે એટીએમ તોડી રૂપિયા હાંસલ કરવાનું નક્કી કર્યું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો