તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુનો દાખલ:અસલમ સાઈકલવાળા સહિતના 15 લોકો વિરુદ્ધ રાયોટિંગ-ધમકીનો ગુનો

સુરત17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 વર્ષથી હેરાન કરે છે : શ્રમજીવી પરિવાર

ખટોદરા બેઠી કોલોનીમાં શ્રમીજીવી પરિવારની મિલકતની માર્જીનની જમીન પર કબજો કરવાના બનાવમાં પોલીસે પૂર્વ કોર્પોરેટર અસલમ સાઈકલવાલા સહિત પંદરેક જણા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

હાલમાં ખટોદરા કોલોનીમાં રહેતી શબાનાબી રસીદ નુરઅલી શાહના પતિએ મે 2014માં ખટોદરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં બાંધવામાં આવેલ ફ્લેટ ખરીદ્યો હતો. આ ફ્લેટ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. તેની માર્જીનની જગ્યામાં આરોપી જાવેદખાન સલીમખાન પટાણ ભયજનક અને દોખમી વાહનોની બોડી તથા ડિઝલ ટેંકોનું વેલ્ડિંગ કામ તથા ચોરીના વાહનો લાવીને ચેસીસ નંબરોનું કટીંગ કરીને જુના વાહનોના ચેસીસ નંબર ચોરીના વાહનોમાં વેલ્ડિંગથી કટ કરીને લગાવે છે.

જાવેદ પાસે તેનો બોગસ ભાડા કરાર હતો. આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી. તે સમયે સ્થાનિક તત્કાલિન કોર્પોરેટર અસલમ સાઈકલવાળાએ પોતાના 10 થી 15 માણસોને લાવીને ઝઘડો કરીને નુરઅલીને માર માર્યો હતો.

આ ઉપરાંત તેની પત્નીને પણ માર માર્યો હતો. તે સમયે જે-તે સમયે રસીદ શાહે સલાબતપુરામાં ફરિયાદ કરી ત્યારે પોલીસે ફરિયાદ લીધી ન હતી. હવે ઇન્સ્પેક્ટર એમ.વી.કીકાણીને ફરિયાદ કરતા તેઓએ તત્કાલિક અસલમ સાઇકલવાળા, જાવેદખાન પઠાણ,જાવેદનો ભાઈ બોગસ ભાડા કરાર બનાવનારા વિરુદ્ધ વિવિઘ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અસલમ સાઈકલવાળા શ્રમજીવી પરિવારને છેલ્લા છ વર્ષથી પરેશાન કરે છે. તેમજ સાઈકલવાળાએ ઓળખીતાઓએ શ્રમજીવી પરિવારની મિલકતની માર્જીનની જગ્યામાં કબજો કર્યો છે અને ત્યાં ચોરીના વાહનોનો નિકાલ કરે છે.

અન્ય સમાચારો પણ છે...